________________
અધિકાર ] સમતા
[ પ૧ રહેતા નથી, અસંબદ્ધ બેલાઈ જવાય છે, વસ્તુ-તત્ત્વની ઓળખાણ રહેતી નથી; તેવી જ સ્થિતિ મમતાને વશ પડનાર પ્રાણીની પણ થાય છે. મમત્વને વશ પડેલા દુનિયામાં માટે ભાગે બધા જીવો છે, તેઓનું વર્તન જોઈએ તે જણાશે કે તેઓ કૃત્યકૃત્ય ચૂકી જાય છે, ન કરવા યોગ્ય કાર્યો કરે છે, અસ્થિર પદાર્થો પર પ્રેમ રાખે છે અને સ્થિર પદાર્થોને તજી દે છે. મોહમાં મગ્ન થયેલા પ્રાણીઓ કેવા કેવા ચાળા કરે છે તે જોવા જેવું છે તેને માટે આખી દુનિયા ખુલ્લી છે. શાસ્ત્રકાર એ હકીકત તરફ કેવી દષ્ટિથી જુએ છે તેને સહજ ખ્યાલ આ ગ્રંથના બીજાથી પાંચમા સુધીના અધિકારમાં આપવામાં આવ્યો છે. આ જીવ મારાં-તારાની મમતામાં એટલો બધો મૂંઝાઈ જાય છે કે પિતાને માથે એમને માટે ભય છે તે પણ તેની નજરમાં રહેતું નથી. તેનું સર્વ વર્તન-વ્યવહાર એવા પ્રકાર પર રચાય છે કે જાણે એને કોઈ દિવસ મરવું જ નથી. આ દુનિયામાં મરવું એ ચોક્કસ વાત છે, માટે તે સંબંધમાં વિચાર કરવો એ પણ ઉચિત વાત છે, એટલું જ નહિ પણ બહુ જરૂરની વાત છે. મરણના સંબંધમાં અત્રે પ્રસ્તુત એટલું જ છે કે મરણ ઈચ્છવું નહિ ખરાબ સ્થિતિમાંથી બચી જવા-છૂટી જવા-મૃત્યુ માગવું નહિ, કારણ, કમ ભેગવ્યા સિવાય છૂટકે નથી અને તેવા છે માટે કાંઈ પરલોકમાં પલંગ ઢાળી રાખ્યા નથી. તેમ જ મરણથી ડરવું નહિ. મરકીને વ્યાધિ ગામમાં ચાલતે હેય અથવા પુત્ર ના હોય, સ્ત્રી હયાત ન હોય અથવા સ્થિતિ સાધારણ હોય કે બીજા કેઈ પણ કારણથી મરણથી જરા પણ બીવું નહિ, પરંતુ મરણ માટે હંમેશાં તૈયાર રહેવું; એથી આખી જિંદગીમાં આરાધના બહુ થશે અને મૃત્યુ દષ્ટિ સમીપ રહેશે તે ફરજને અંગે કરવાં પડતાં સાંસારિક કાર્યોમાં પણ એક જાતની મૃદુતા આવી જશે, જેથી ભવાંતરમાં વિકાસના નિયમ પ્રમાણે આ જીવને કર્મ-ક્ષયના સંબંધમાં વધારો થતાં થતાં કર્મને આત્યંતિક નાશ થવાનો સંભવ થશે અને છેવટે નાશ થશે આ સર્વ સ્થિતિ પ્રાપ્ત કરવાને બદલે આ જીવ તે મમત્વને વશ થઈ એવું વિચિત્ર પ્રકારનું વર્તન કરે છે કે બહારથી જોનારને ખરેખર હસવું આવે,
અત્ર સર્વ સંબંધની અસ્થિરતા બતાવવા આટલે ઉલ્લેખ થયો. મરણ સંબંધમાં વિશેષ વિચાર કરીએ તે જણાય છે કે તે મનુષ્યને માથે ન હોત તે તેના દરેક કાર્યમાં બહુ કઠોરતા પ્રાપ્ત થયેલી હતી. મરણ માથે છે એવું જાણે છે તે પણ અનેક વખત માન વગેરેમાં તણાઈ જઈ આ જીવ કષાયવશ થઈ જાય છે, તે જે મરણ ન હોત તે પછી તે ભેંય ઉપર પગ પણ દેત નહિ. આથી મરણ વખતે કાંઈ, કેઈ સાથે આવતું નથી એ વિચાર નિરંતર દષ્ટિ સમીપ રાખવો યુક્ત છે. આમાં પણ દીનપણું બતાવવું નહિં, પરંતુ દઢતા સાથે એકત્વભાવ બળવત્તરપણે ધારણ કરવો. શાસ્ત્રકાર તે ભાવ આગળ કરતાં અનેક રીતે ઉપદેશ કરે છે. એક પ્રસંગે તેઓ કહે છે કે –
આ સર્વ મુદ્દાઓ સહજ વિસ્તારથી જોવાની ઈચ્છા હોય તેમણે “જીવનસંધ્યાને લેખ જોવે. જુઓ લેક ૨૬ ની નેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org