________________
અધિકાર ] સમતા
[૪૮ (રોષ કો કે તે કરવો તે નકામો છે –આવી રીતે વિચાર કરીને આત્મ-સમાધિમાં તત્પર થા !” (ર૭)
વિવેચન-સ્વાર્થ સાધવાનું ચોથું સાધન અત્ર વિશેષ પુષ્ટ કરે છે. “કુસુમપુર નગરમાં એક ભિક્ષુક રહેતો હતો. આખો દિવસ રખડી-રઝળીને જરા ભિક્ષાનું અન્ન લઈ આવ્ય, ગામ બહાર એક ઝાડ તળે બેસી અન્ન ખાધું. અને પાણી પીધું. મંદ પવનની લહેરમાં તે ઊંઘી ગયે. સ્વપ્નમાં જોયું કે પોતાને રાજ્ય મળ્યું, ભેગ મળ્યા, સ્ત્રીઓ મળી, બે બાજુ ચામરે વીંઝાય છે અને ભાટલોકે બિરદાવલિ બોલે છે. કવિ, સિન્ય, પ્રધાનમંડળ વગેરેથી પરિવૃત્ત થઈ નગરમાં પિતે ફરવા નીકળે છે, અને કચેરી વખતે અનેક સામંતવર્ગ તથા રાજાએ તેને માન આપે છે. આવી સ્થિતિમાં મનમાં મોજ માણે છે ત્યાં સ્વપ્ન પૂર્ણ થયું, આંખ ઊઘડી ગઈ, જુએ છે તે ન મળે રાજ્ય, કે ન મળે પ્રધાનમંડળ; ન મળે કવિઓ, કે ન મળે સેનાનીઓ; ન મળે સામંતચક, કે ન મળે ભવ્ય સિંહાસન. એક બાજુ ફાટતૂટી ગોદડી અને બીજી બાજુ અવશિષ્ટ ભિક્ષાન્નથી ખરડાયેલું ઠીકરું પડ્યું છે ! સંસારનું સુખ આવા પ્રકારનું છે. પ્રથમ તે એમાં સુખ જ નથી. કદાચ તેને સુખ કહીએ તો પણ તે કેટલું છે ? સ્વપ્નમાં મળેલા સુખને સુખ કહેવું એ જ પ્રથમ તે ભૂલ છે. વળી તે બહુ અપકાળસ્થાયી છે, પાછી અસલ કે હલકી સ્થિતિ પ્રાપ્ત કરાવનાર છે અને માનસિક ખેદ વધારનાર છે; ત્યારે એ સુખમાં આસક્તિ રાખવી તદ્દન ખોટી છે, એટલું જ નહિ પણ અયોગ્ય છે. ભિખારીના સુખમાં જેમ કાંઈ દમ જેવું નથી, તેમ આ સંસારના માની લીધેલા સુખમાં પણ વસ્તુતઃ કાંઈ જ નથી. આવી જ રીતે આપણને પસંદ ન આવે તે કઈ પદાર્થ પ્રાપ્ત થાય છે તેથી રોષ કરે પણ નકામે છે, કારણ કે વસ્તુ પોતે કઈ પણ રીતે આપણું હિત-અહિત કરી શકતી નથી. એના સંબંધમાં આવનાર મનને કેવા પ્રકારનું વલણ આપવું એ સુજ્ઞના વિચારનું ક્ષેત્ર છે, પરંતુ ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુ પર હર્ષ કે શેષ કરવો એ વસ્તુસ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે. દેવતાઓ અને તેવી શક્તિ પ્રાપ્ત કરેલ મનુષ્યો કઈ કઈ નિમિત્તને લઈને ઇંદ્રજાળ બતાવે છે. અંબડ પરિવ્રાજકનું દષ્ટાંત આપણે સારી જાણી જાણીએ છીએ. વસ્તુતઃ આમાં સત્ય કાંઈ નથી. “ચાર દહાડાનું ચાંદરણું ને ઘોર અંધારી રાત.” સ્વપ્ન અથવા ઇંદ્રજાળમાં દેખાતા પદાર્થોની પ્રાપ્તિ અથવા નાશથી હર્ષ કે શેક કરે તે મિથ્યા છે, તેવી જ રીતે સાંસારિક સર્વ પદાર્થો માટે સમજવું.
આ હકીકત જરા વધારે ફુટ રીતે જોઈ એ. આપણને અનુકૂળ કઈ પદાર્થ પ્રાપ્ત થાય ત્યારે તેના પર પ્રીતિ થાય છે અને રાગથી જે સુખ થાય છે તે માની લીધેલું જ છે. એમાં સુખ શું? વળી એ સુખ છે પણ બહુ થડા વખત સુધી ચાલે તેવું. છેવટે અસલની સ્થિતિ તે પાછી જરૂર પ્રાપ્ત થવાની. પૌદ્દગલિક વસ્તુઓને એ ધમ છે કે જ્યાં સુધી એક વસ્તુ પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી તેના પર બહુ પ્રેમ રહે છે, પણ
જુએ ફુલસાચરિત્ર અ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org