________________
પ૬
પ્રસંગે પ્રસંગે અનુભવને ઉદ્દગારરૂપે તેના શ્લેક બનાવ્યા હોય એમ જણાય છે. આ ગ્રંથની ભાષા અતિ ઉત્તમ, હૃદયને અસર કરે તેવી અને વિષયરચના બહુ સાદી પણ ઉપયોગી અને વાંચીને વિચારે તેને મહાલાભ કરનારી છે. આ ગ્રંથના સંબંધમાં ઉપધાતમાં અગાઉ વિવેચન થઈ ગયું છે તેથી અત્ર વિશેષ લખવાની આવશ્યકતા નથી.
૪. સ્તોત્રરત્નમેષ-આમાં અનેક સ્તોત્રો સરિમહારાજનાં બનાવેલાં છે. એમાંનાં કેટલાંક સ્તોત્ર પ્રગટ થયાં છે. આ ગ્રંથ હજુ મારા જોવામાં આવ્યો નથી. તેથી તે પર વિશેષ વિવેચન કરી શકાય તેવી સ્થિતિ નથી, પણ સરિમહારાજનો સંસ્કૃત ભાષા પરનો કાબૂ જોતાં સ્તોત્ર કાવ્ય-ચસ્કૃતિનો નમૂને હશે એમ અનુમાન થાય છે.
૫, મિત્રચતુષ્ક કથા--આમાં ચાર મિત્રોની કથા છે. એ ગ્રંથ નાને પણ ઉપદેશક છે અને લભ્ય છે. એના સંબંધમાં વિશેષ હકીકત હવે પછી તે ગ્રંથ મેળવીને બહાર પાડવા ઇચ્છા છે.
૬, શાંતિકરસ્તેત્ર–શિવપુર–દેવકુળપટ્ટનમાં મહામારીને ઉપદ્રવ થતાં શ્રીસંઘના આગ્રહથી આ પવિત્ર સ્તોત્ર બનાવી સંઘમાંથી ઉપદ્રવ દૂર કર્યો કહેવાય છે. આ સ્તોત્ર માત્ર તેર અથવા ચૌદ ગાથાનું છે, પણ જૈન વર્ગને તે એટલું બધું પ્રિય થઈ પડયું છે કે તેને દરેક પ્રસંગે ગણવાના સ્તોત્રમાં દાખલ કર્યું છે આ શાંતિકરતોત્રમાં કાવ્ય-ચમત્કૃતિ ઉપરાંત મંત્ર-ચમત્કૃતિ પણ છે. અક્ષરના સંગોમાં ચમત્કાર રહેલો છે એમ હવે પશ્ચિમ તરફના લેકે પણ માનવા લાગ્યા છે. આવા અક્ષરસંગો વડે શાસનને અધિષ્ઠાતા દેવ-દેવીઓની સ્મૃતિ, આહ્વાન, નામસ્મરણ વગેરેને આ તેત્રમાં સમાવેશ કર્યો છે.
- ૭. પાક્ષિક સિત્તરી–આ નાનું પ્રકરણ છે. તેની બાહોશ લગભગ ગાથા છે. તેમાં પાક્ષિક પર્વ (પફખી)-ચઉદશને દિવસે કરવું જોઈએ તેને નિર્ણય બતાવે છે. ગ્રંથ વિધિવાદને છે. આ ગ્રંથ પણ મારા જેવામાં આવ્યું નથી, પરંતુ લભ્ય છે.
૮. અંગુલસિત્તરી–ઉપરના જેવો જ આ પણ ના પ્રકરણગ્રંથ છે. તેમાં ઉસેધાંગુલ, પ્રમાણગુલ અને આત્માગુલ સંબંધી વિચાર બતાવવામાં આવ્યું છે.
- ૯. વનસ્પતિસિત્તરી–આ પણ નાનું પ્રકરણ છે. એમાં વિષય શું છે તેની ખબર નથી, પરંતુ પ્રત્યેક ને સાધારણ વનસ્પતિનાં લક્ષણ અને તેના ભેદ વગેરેનું સ્વરૂપ હેવા સંભવ છે.
૧૦. તપાગચ્છપટ્ટાવલી–ગુર્નાવલી ઉપરાંત તેઓએ તપાગચ્છની પટ્ટાવલી જુદી પણ બનાવી છે, જે મળી શકે છે.
૧૧. શાંતરસરાસ–રસાધિરાજ શાંતરસ પર આ રાસ ગુજરાતી ભાષામાં રચ્યા છે. જૂની ગુજરાતી ભાષાને તે નમૂનો છે.
હાલમાં વિશેષ તપાસ કરતાં જણાયું છે કે સદરહુ ગ્રંથે પૈકી પાક્ષિક સિત્તરી, અંગુલસિત્તરી અને વનસ્પતિસિત્તરી એ ત્રણે ગ્રંથ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના બનાવેલા નથી, પણ શ્રી મુનિચંદ્રસૂરિના બનાવેલા છે. મેં અંગુલસિત્તરી તે જોઈ છે અને તે શ્રી મુનિચંદ્રસૂરિની બનાવેલી છે. બીજા ગ્રન્થો માટે હજુ સંપૂર્ણ તપાસ થઈ શકી નથી, પણ બહુધા સંભવિત છે કે તે ગ્રન્થ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના બનાવેલા નહિ હેય. આ સંબંધી વિદ્વાન ગૃહસ્થ હકીકત લખી મેકલશે તે હવે પછી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત તેઓએ (૧૨) ઐવિદ્યગોષ્ટિ (૧૩) જયાનંદચરિત્ર (૧૪) ચતુર્વિશતિજિનતેત્ર અને (૧૫) સીમંધરસ્તુતિ બનાવેલ હશે એમ કેન્ફફન્સ હેરલ્ડ પુ. ૬, પૃ. ૨૧૧ થી જણાય છે. આ સંબંધમાં હજુ વિશેષ તપાસ કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org