________________
૨ ] અધ્યાત્મકલ્પમ
[ પ્રથમ એ શાંતરસ અમૃત રસ છે. એવી દંતકથા છે કે, દેવતાઓએ સમુદ્રમંથન કરી ચૌદ રત્નો
ધતાં છેવટે અમૃત મેળવ્યું. એ મેળવતાં બહુ પુરુષાર્થની જરૂર પડી. આચારાંગાદિ અગિયાર અંગે (મૂળ સૂત્રો) અને “આદિ” શબ્દથી પૂર્વાચાર્યવિરચિત ગ, અધ્યાત્મ, ધર્મશાસ્ત્ર વગેરે અનેક વિષયનું પ્રતિપાદન કરનાર ઉપાંગ, પન્ના અને પ્રકરણ વગેરે અનેક ગ્રંથરૂપ સમુદ્ર છે. એ મહાન સમુદ્રમાંથી બહુ પ્રયાસ કરીને શોધી કાઢેલ શાંતરસ છે. મતલબ, એને શોધવામાં પ્રબળ પુરુષાર્થની જરૂર પડી છે અને સમજનારને પડે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત એ છે કે, શાંતરસ સર્વ ધર્મશાસ્ત્રમાંથી મંથન કરીને શોધી કાઢેલ “સાર” છે. આ રસને ઉત્કૃષ્ટ રસ કહેવાનું કારણ એટલાથી જ સ્પષ્ટ થાય છે. એના સમર્થનમાં વિશેષ દલીલની અપેક્ષા રહેતી નથી. ગંભીર શાસ્ત્રસમુદ્રનો જે “સાર’–‘નવનીત –માખણ” હોય તે બહુ ઉપયોગી અને ખાસ જરૂરી હોય એમ કહેવું એ કરતાં સમજી જવું વધારે સુગમ્ય છે, છતાં એને સમર્થનમાં વિશેષ ત્રણ કારણ કહે છે, એ પણ એટલાં જ ઉપયોગી છે. એ ત્રણ કારણે હવે આપણે તપાસીએ–
૧, શાંતરસ આ ભવ અને પરભવ સંબંધી અનતિ આનંદ મેળવવાનું સાધન છે. શાંતરસ ભાવનારને આ ભવમાં માનસિક અને શારીરિક બન્ને પ્રકારના આનંદ થાય છે. માનસિક આનંદ એટલો ઊંચા પ્રકારનો થાય છે કે તેને ખ્યાલ આપે મુકેલ છે. બીજા કઈ પણ માણસને નુકસાન કર્યા વગર આત્મા પ્રત્યેની ફરજ બજાવવાથી જે અનિર્વચનીય આનંદ થાય છે તે અનુભવથી જ સમજી શકાય છે. એ આનંદ કેટલે હશે તેને ખ્યાલ આપવા માટે વાચકપતિ શ્રી ઉમાસ્વાતિ મહારાજનું પ્રશમરતિ ગ્રંથમાંનું નીચેનું વચન યાદ આવે છે –
नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य ।।
यत्सुखमिहैष साधो-र्लोकव्यापाररहितस्य ॥ १२८ ॥ લોકવ્યાપારથી રહિત એવા સાધુને આ લોકમાં જે સુખ છે, તે સુખ ચક્રવર્તીને અને ઈન્દ્રને પણ નથી.”
આટલા પરથી જણાય છે કે શાંતરસ ભાવનારના સુખ સાથે પૌગલિક સ્થળ સુખ સરખાવી શકાય તેમ નથી. દુનિયાની દષ્ટિમાં રાજા, શહેનશાહ, સાર્વભૌમ કે ચક્રવર્તી બહુ સુખી લાગશે અથવા દેવના સ્વામી ઈંદ્ર સુખી લાગશે, પરંતુ લોકવ્યાપારથી રહિત થયેલા સાધુના સુખ પાસે આ સ્થળ સુખ કાંઈ હિસાબમાં નથી.
આવી રીતે આ ભવમાં માનસિક સુખ બહુ આનંદદાયી થાય છે. શારીરિક અને માનસિક સુખને પરસ્પર સંબંધ એવા પ્રકારને છે કે માનસિક સુખ હોય ત્યાં શારીરિક
* આ દંતકથા લૌકિક છે, પરંતુ રૂપક કરતી વખતે તેને ઉપયોગ કરવામાં શાસ્ત્રને બાધ આવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org