________________
૩% ઘરમાત્મને નમઃ |
श्री अध्यात्मकल्पद्रुम (સવિસ્તર વિવરણપુર)
अथायं श्रीमान् शान्तनामा रसाधिराजः सकलागमादिसुशास्त्रार्णवोपनिषद्भूतः सुधारसायमान ऐहिकामुष्मिकानन्तानन्दसन्दोहसाधनतया पारमार्थिकोपदेश्यतया सर्वरससारभूतत्वाच्च शान्तरसभावनाध्यात्मकल्पद्रुमाभिधानग्रन्थान्तरग्रन्थननिपुणेन पद्यसंदर्भण भाव्यते ॥
હવે સર્વ આગમ વગેરે સુશાસ્ત્રસમુદ્રના સારભૂત અમૃત રસ સમાન રસાધિરાજ શાંતરસને, તે આ લોક અને પરલોક સંબંધી અનંત આનંદસમૂહની પ્રાપ્તિનું સાધન હોવાથી, પારમાર્થિક ઉપદેશ આપવામાં ગ્ય હોવાથી, અને સર્વ રસમાં સારભૂત હેવાથી, તે શાંતરસની ભાવનાવાળા અધ્યા-મકલ્પકુમ નામના પ્રકરણમાં, તે ભાવને સૂચવવામાં નિપુણ પદ્યબંધ વડે, વર્ણવું છું.”
વિવેચન–બહુ ગંભીર શબ્દોમાં ગાબંધ રચના વડે પ્રૌઢ વિચાર બતાવવા સાથે ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. શાંતરસનું રસત્વ સિદ્ધ કરતાં બીજા ઘણા પ્રસંગે પણ બતાવી દીધા. શાંતરસનું સત્વ સિદ્ધ કરવામાં ખાસ વિષયને ઉપયોગી ઉલ્લેખ અત્રે પ્રસ્તુત છે; પરંતુ વિષય પારિભાષિક હોવાથી સર્વને ઉપયોગી હેવા કરતાં કાવ્યના ખાસ વિષયના શિખીનેને બહુ આનંદ આપનાર છે, તેથી તેને માટે આમુખમાં જુદે લેખ લખવાને ઈરાદે રાખ્યું હતું, પણ તે પાર પડ્યા નથી.
- શાંતરસ એ ઉત્કૃષ્ટ રસ છે. એનાં સર્વ અંગો સાથે એ હોય છે ત્યારે આત્મા જે ઉન્નત દશા ભગવે છે તેનું યથાસ્થિત ચિત્ર આપવું મુશ્કેલ છે. સાંસારિક સર્વ ઉપાધિઓથી વિમુક્ત થયેલું મન શુદ્ધ થયા પછી જે આત્મજાગૃતિનો અનુભવ કરે છે તે અનુભવરસિક પિતે જ સમજી શકે છે. પ્રાકૃત વિષયેથી ઉચ્ચ સ્થિતિમાં વર્તનાર, સપ્તરંગી દુનિયાના વિષયકષાયથી રંગાયેલ, વીર, કરુણ કે હાસ્યાદિ રસેથી તદ્દન જુદા જ પ્રકારની સ્થિતિને અનુભવની સ્થિતિમાં લાવનાર શાંતરસ ઉત્કૃષ્ટ રસ છે એ, અલંકારચૂડામણિ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે તેમ, દલીલથી ગમ્ય છે, એટલું જ નહિ પણ અનુભવથી ય છે.
શાંતરસ આ ભવ અને પરભવ સંબંધી અનંત આનંદ મેળવવાનું સાધન છે. શાંતરસ ભાવનારને આ ભવમાં માનસિક અને શારીરિક અને પ્રકારના આનંદ થાય છે. માનસિક આનંદ એટલે ઊંચા પ્રકારને થાય છે કે એ રસનું વિવેચન કરતાં પ્રથમ જ કહે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org