________________
અધિકાર
સમતા
[૨૫ ગુણ પ્રાપ્ત પણ થાય છે અને ભાવના ભાવતી વખતે જે તે ગુણે પોતામાં હોય છે તે તે ગુણે વિશેષ સ્વચ્છ બને છે. અમુક પ્રાણીને બહુમાન મળે છે એ જોઈ અસંતોષ ન લાવ અથવા તેના તરફ ઈર્ષ્યા ન કરવી; પરંતુ તેનો ગુણેકર્ષ કરવો એ જ ગુણ પ્રાપ્ત કરવાનું સાધન છે. આવી રીતે વિચાર કરીને તીર્થકર મહારાજને મૈત્રીભાવ, ગજસુકુમાળાદિકની ક્ષમા, વિજય શેઠનું બ્રહ્મચર્ય, શ્રીપાળ રાજાનું દાક્ષિણ્ય, સીતાનું સતીત્વ અને રેવતીને ભક્તિભાવ વગેરે તરફ ધ્યાન આપવું અને સ્તુતિ યોગ્ય ગુણોની અને ગુણવાની પ્રશંસા કરી જિલ્લાની અને કાનની અનુક્રમે ગુણાનુવાદ અને ગુણશ્રવણથી સફળતા કરવી.
તત્ત્વાર્થભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ લખે છે કે “અયુત્થાનાદિક વિનય, વંદન, સ્તુતિ, પ્રશંસા, વિયાવચ્ચ ઈત્યાદિકે કરીને સમ્યફવ, જ્ઞાન, ચારિત્ર અને તપસ્યાથી વિશિષ્ટ મનુષ્યમાં બીજાઓએ તથા પોતે કરેલી પૂજાને લીધે થયેલ મનને આનંદ જે સર્વ ઇક્રિયા દ્વારા જણાઈ આવે તે પ્રમોદ ભાવના.”
પ્રમોદ ભાવનાની આ વ્યાખ્યામાં પણ મનને આનંદ જ પ્રધાન ભાગ લે છે, પરંતુ વિશેષમાં અત્ર વર્તન પણ સાથે જ ગણવામાં આવ્યું છે.
સાધુ (ઉત્તમ) પુરુષોના નામનું તથા ગુણનું માત્ર સ્મરણ કરવાથી પણ અનેક લાભ થાય છે, અને જે કર્મનું સ્વરૂપ સમજે છે, તેઓ જાણે છે કે અમુક સ્મરણથી તેને દઢ સંસ્કાર થઈ જાય છે, તે પછી ગત્યંતરમાં પણ સ્મરણને વિષય ગુણ જરૂર પ્રાપ્ત થાય છે. આવી રીતે પ્રમાદ ભાવનાથી આ ભવ અને પરભવમાં બહુ લાભ થાય છે. કેઈની નિંદા કરતી વખતે એક જાતને માનસિક ક્ષેભ થાય છે, તેનું તે અત્ર દર્શન પણ થતું નથી અને ઊલટું પ્રમોદભાવ ભાવતી વખતે જ અપૂર્વ આનંદ થાય છે. સમતાભાવનું એ જ લક્ષણ છે કે તે કરતી વખતે જ નૂતન આનંદ થાય છે અને તે અનુભવથી જ ખરેખરો સમજાય છે. આ પ્રમાદ ભાવના સમતાનું અંગ છે અને એને ભાવવામાં કોઈ પણ જાતને બાહ્ય પ્રયાસ કરવો પડતો નથી. (૧૪)
તૃતીય કરુણું ભાવનાનું સ્વરૂપ दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम् ।
પ્રતિભાવપરા શુદ્ધિ, વાધ્યમથી તે છે : . (ગુરુ) “અશક્ત, દુઃખી, ભયથી વ્યાકુળ થયેલા અને જીવિતવ્યને યાચનાર પ્રાણીઓ ઉપર તેઓનું દુઃખ ટાળવાની જે બુદ્ધિ તે કરુણા ભાવના કહેવાય છે.” (૧૫)
વિવેચન–અનેક સંસારી જી ધન પ્રાપ્ત કરવાના ઇરાદાથી જંગલે જંગલ અથવા દેશ-પરદેશ ફરે છે, પારકી સેવા કરે છે, અનેક કષ્ટ સહન કરે છે અને આવી રીતે લક્ષમી મેળવી વળી પાછે તેને દુરુપયોગ કરી હેરાન થાય છે. લક્ષમી પ્રાપ્ત કરતી વખતે અનેક રીતે દુઃખી થાય છે, તેનું રક્ષણ કરવામાં તેથી પણ વધારે દુઃખી થાય છે, મુંબઈ બેન્કના
-
અ.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org