________________
સમતો
અધિકાર ]
[ ૩૭ ગ્રંથકારે ચિકિત્સા પણ બતાવી છે તે ધ્યાનમાં રાખી શોધી કાઢજે. વસ્તુસ્વરૂપ સમજવાની જરૂર કેટલી છે તે હવે વધારે સ્પષ્ટ થતું જાય છે. જ્યાં સુધી વિસ્તરવરૂપ સમજાય નહિ ત્યાં સુધી સમતા પ્રાપ્ત થાય નહિ અને સમતા પ્રાપ્ત થયા વગર વ્યાધિને નાશ થાય નહિ. તેથી સમતા-પ્રાપ્તિના આ ત્રીજા સાધન ઉપર અનેક રીતે ભાર મૂકવામાં આવ્યો છે. પારમાર્થિક વૈદ્યરાજે બતાવેલા નિદાન પર બહુ ધ્યાન આપવાની જરૂરિયાત છે, તે હવે વધારે પ્રગટ થાય છે. (૨૦)
વિચારીને લાંબો વખત ટકે તેવી વસ્તુ લેવી कृती हि सर्व परिणामरम्यं, विचार्य गृह्णाति चिरस्थितीह । भवान्तरेऽनन्तसुखाप्तये तदात्मन् ! किमाचारमिमं जहासि ? ॥२१॥ (उपजाति)
આ લોકમાં જે ડાહ્યા માણસ હોય છે તે વિચાર કરીને એવી વસ્તુ ગ્રહણ કરે, જે લાંબે વખત સુધી ચાલે તેવી અને પરિણામે સુંદર હોય, ત્યારે હે ચેતન ! આ ભવ પછી અનંત સુખ મેળવવા માટે આ ધાર્મિક આચારને તું કેમ તજી દે છે”? (૨૧)
વિવેચન–વસ્તુસ્વરૂપ અને તે સંબંધીનું જ્ઞાન મેળવવાની જરૂરિયાત કેટલી બધી છે તે આપણે ઉપર જોયું, હજુ પણ તે જ સાધનને વિશેષ પ્રતિપાદન કરવા માટે કહે છે. સમજુ વ્યવહારકુશળ માણસ કઈ પણ વસ્તુ ખરીદ કરતાં બે જાતને વિચાર કરે છે. એક તે તે વસ્તુ ટકાઉ હેવી જોઈએ અને બીજું, તે વસ્તુ ઉપયોગી હોવી જોઈએ. આપણા પિતાના આત્મિક વ્યવહારમાં આ નિયમને ભંગ થતો જોવામાં આવે છે અને તે એક-બે બાબતમાં નહિ, પણ આખો વ્યવહાર જ ઊંધી ઈટથી મંડાયેલે માલૂમ પડે છે. દાખલા તરીકે આપણું યૌવનાવસ્થાના સુખ-ભોગમાં આનંદ લાગે છે; પણ તે સુખને અંતે વૃદ્ધાવસ્થાનું દુઃખ છે અને તે સુખ ચાલે છે ત્યારે પણ બહુ ઘેડે વખત ચાલે છે. ધન મળે છે ત્યારે સુખ લાગે છે. પણ તેને નાશ થાય ત્યારે દુઃખ થાય છે. નેહીને જોઈ આનંદ થાય છે, પણ તેના મરણથી શેક થાય છે. એવી રીતે સર્વ પૌગલિક વસ્તુઓમાં પરિણામે દુઃખ છે, એટલું જ નહિ પણ આનંદ અ૫ કાળ સુધી જ છે (વસ્તુતઃ તે આને આનંદ કહી જ શકાય નહિ.) વળી, થોડા કાળના સુખની ખાતર બહુ કાળના સુખને ભેગ આપ પડે છે, તેથી વ્યવહારકુશળ માણસે વિચાર કરવાની જરૂર છે. તું કેણ? તારું શું ? તારી ફરજ શી છે? આ સર્વ વસ્તુઓ તારી કેવી રીતે છે? તેમને ને તારે શું સંબંધ છે? તારી અન્ય પ્રાણીઓ તરફ તથા વસ્તુઓ તરફ કાંઈ ફરજ છે? છે તે કેવી છે? વગેરે બાબતનો વિચાર કરવાની આવશ્યકતા અનેક વાર પુનરાવર્તન કરી કરીને સમજવાની જરૂર છે. આવી રીતે જ્યારે આત્મનિરીક્ષણ કરવાની ટેવ પડશે ત્યારે વસ્તુસ્વરૂપ બરાબર જણાશે. આ જીવ વિચાર કર્યા વગર, ધર્મબુદ્ધિએ પણ, ઘણીવાર અજ્ઞાનદશાથી મહાપાપો કરી નાખે છે. એનું કારણ એ છે કે કોઈ પણ કાર્ય કરી, તેનું પરિણામ શું થશે અને આત્માને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org