________________
૩૮ ] અધ્યાત્મકલ્પમ
[ પ્રથમ કેટલી હાનિ થઈ અને પિતાની કેટલી અવનતિ થઈ તથા ગુણથી અર્ધ-અવતરણ કેટલું થઈ ગયું, તે સર્વને તોલ કરવાની આ જીવને ટેવ નથી. ઘણાં સુકૃત્યો આવી રીતે અલ્પ ફળ આપે છે, ઘણુ સદુપદેશે ખાસ આ જીવને ઉદ્દેશીને બોલાયેલા હોય છતાં નિષ્ફળ થાય છે અને હદયભૂમિની સપાટી પરથી ચાલ્યા જાય છે, પરંતુ હૃદયને જરા પણ આદ્ર કરતા નથી. એ સર્વનું કારણ એક જ છે કે આ જીવને આત્મ-વિચારણાની ટેવ નથી. આત્મવિચારણું કરનાર પિતાના દરેક કાર્યને તપાસી શકે છે, અને તેથી કાર્યક્રમમાં ભૂલ કેટલી છે, મેલ કેટલો છે અને દેષ કેટલું છે તે શોધી દૂર કરી શકે છે. આત્મનિરીક્ષણ કરનાર સર્વદા જાગૃત રહે છે અને કદી પણ શક્તિને નાશ કરતો નથી. આવા અનેક કારણોને લીધે આત્મવિચારણાથી બહુ પ્રકારના લાભ થાય છે. તે હે ચેતન ! આવી જાગૃતિને આચાર (વ્યવહાર) તું શા માટે તજી દે છે! એ વ્યવહાર તજી દેવાથી બહુ નુકસાન છે, કારણ કે તારું સાધ્ય તેથી દૂર થતું જાય છે. (૨૧)
રાગદ્વેષના કરેલા વિભાગ પર વિચારણું निजः परो वेति कतो विभागो, रागादिभिस्ते त्वरयस्तवात्मन् !। चतुर्गतिक्लेशविधानतस्तत् , प्रमाणयन्नस्यरिनिर्मितं किम् ? ॥ २२॥ (उपजाति)
“હે ચેતન! તારું પોતાનું અને પારકું એવો વિભાગ રાગ-દ્વેષે કરેલો છે, ચારે ગતિમાં તને અનેક પ્રકારને કલેશ કરાવતા હોવાથી રાગ દ્વેષ તો તારા શત્રુઓ છે ! શત્રુઓએ કરેલ વિભાગને તું કેમ કબૂલ કરે છે?” (૨૨)
વિવેચન-શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અષ્ટકમાં લખે છે કે મતિ મોડ્યું મદર્શ વાચા “ હું અને મારું એ મેહ (રાગદ્વેષલક્ષણ) મંત્રથી જગત અધ થઈ ગયું છે.” એને મળતો ભાવ બતાવતાં ભતૃહરિ કહે છે કે–વવા મોદી પ્રમારમવિક્રમત્તમૂર્ત નતિ –હથી ભરેલી પ્રમાદમદિરા પીને આ જગત ગાંડું થઈ ગયું છે. મેહ આવી રીતે આ જીવ ઉપર અનેક પ્રકારના ત્રાસ ઉત્પન્ન કરે છે તેનું કારણ વિચારીએ.
૧. “આત્મનિરીક્ષણ” ના વિષય ઉપર “શ્રી જૈન ધમ પ્રકાશ માસિકના પુસ્તક ૧૮માં પૃષ્ઠ ૧૦૦ થી શરૂ થતા એક લેખ આ શ્લેક ટાંકીને લખે છે, તે પર ધ્યાન ખેંચવામાં આવે છે. ગ્રન્થગૌરવના ભયથી એ લેખ અત્ર પુનરાવર્તિત કર્યો નથી. “સાધ્યને માર્ગે ' નામના પુસ્તકમાં પહેલા નંબરે એ મુદ્રિત કર્યો છે.
૨. આચાર શબ્દનો અર્થ કેટલાક પંચાચાર એમ કરી તેને ભવાંતરમાં અનંત સુખનું સાધન બતાવી તે અર્થ અત્ર ઘટાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂ૫ પંચ આચાર ભગવતે ઉપદેશ્યા છે, અને તે અપ્રમત્તપણે પાળવા અત્ર ઉપદેશ છે. આ પ્રમાણે કરેલે અર્થ અસમાચીન નથી, પણ મુનિસુંદરસૂરિ મહારાજે યતિશિક્ષાઉપદેશ સિવાયને આ ગ્રંથ જેમ બને તેમ પારિભાષિક ન થવા દેવા યત્ન કર્યો હોય એમ લાગે છે અને તેથી સામાન્ય અર્થ થઈ શકતો હોય ત્યાં વિશેષ અર્થ ન કરવો એ પદ્ધતિ મને વિશેષ અનુકૂળ લાગી છે. ૩, જ્ઞાનસાર, અષ્ટક ચેશું, પ્રથમ કિ.
૪. વૈરાગ્યશતક, લેક સાતમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org