________________
૪૨ ]
અધ્યાત્મકપમ
[ પ્રથમ
અજ્ઞાન છે, જે વસ્તુ પાતાની નથી તેને પાતાની માની તેની ખાતર ફ્લેશ પામવે અથ વગરના છે. શરીર કેવુ' નાશવત છે અને એના પર મમત્વ રાખવાથી છેવટે કેટલા ખેદ થાય છે, તે ચેાથા દેહમમત્વમાચન અધિકારમાં વિસ્તારથી બતાવ્યુ' છે. લેસ્થિતિ આ પ્રમાણે છે તેથી સર્વ વસ્તુ ઉપર સમભાવ રાખવા, સર્વ પ્રાણીએ ઉપર સમભાવ રાખવા અને આત્મિક દશા ઉન્નત કરવાનુ` સાધ્ય નજર સમીપ રાખવું. આ પ્રમાણે આત્મસ્વરૂપ વિચારવાની જરૂરિયાત કેટલી છે, તે આપણે જોયું. (૨૩)
હવે માતા-પિતા વગેરેના સબધ કેવા છે તે કહે છે यथा विदां लेप्यमया न तच्चात् सुखाय मातापितृपुत्रदार|ः । तथा परेऽपीह विशीर्णतत्तदाकारमेतद्धि समं समग्रम् ॥ २४ ॥ ( उपजाति)
“ જેવી રીતે ચિત્રમાં આલેખેલાં માતા, પિતા, પુત્ર અને સ્ત્રી વાસ્તવિક રીતે સમજી પ્રાણીને સુખ આપતાં નથી, તેવી જ રીતે આ સ’સારમાં રહેલાં પ્રત્યક્ષ માતા-પિતાદિક પણુ સુખ આપતાં નથી. તે બન્નેના આકાર નાશ પામતાં તે બન્ને સરખાં જ છે,” (૨૪) વિવેચન—જેમ પર-વસ્તુ સાથેના સ ંબંધ અસ્થિર છે તેમ સગાં-સ્નેહીઓના સબંધ પશુ અસ્થિર છે, એ વિષય પર હવે પછીના મમત્વમાચન અધિકારમાં વિશેષ વિવેચન કયુ" છે, તેનું કાંઈક પૂર્વનિરૂપણુ (anticipation) કરતાં અત્ર કહે છે કે હે ચેતન ! તું તારાં માતા, પિતા, સ્ત્રી કે પુત્રના માહમાં મસ્ત થઈ આ સંસારને તારી માની બેઠા છે, પરંતુ તું કાઈ પણ પ્રકારના વિચાર કરતા નથી અને વાસ્તવિક રીતે તેએ તારાં છે કે નહિ તેના પણ તું ખ્યાલ કરતા નથી, એ બહુ અયુક્ત છે. માતા, પિતા, સ્ત્રી કે પુત્રની છમી ચીતરી હોય અથવા તેઓના ફોટોગ્રાફ્ પડાવ્યો હોય તે જેમ કાઈ પણ પ્રકારનું સુખ આપી શકતા નથી * તેવી જ રીતે તું વિચાર કરીશ તા જણાશે કે તારા હયાત સબંધીએ પણ તને ખરું સુખ આપી શકતા નથી. શ્રી વીર પરમાત્માના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણુ + કહે છે કેઃ
माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगा य । इह व बहुबिहाई, करंति भयवेमणस्साई ॥
હું આ સ`સારમાં માતા, પિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર, મિત્ર અને પેાતાના સબંધીએ ખહુ પ્રકારના ભય અને મનનાં દુઃખ ઉત્પન્ન કરે છે.”
સૂરિમહારાજ કહે છે તેમ, સંબધીએ મરણથી વિયાગજન્ય દુઃખ આપે છે, એટલું જ નહિ, પરંતુ જીવતાં છતાં પણ અનેક પ્રકારનાં દુઃખા આપે છે. એવા દુઃખાત્પાદક સંબંધમાં
* આ ઉપરથી તે મેાહકારક થતાં નથી એમ કહેવાની મતલબ નથી. સારા પદાર્થને દેખવાથી સારી અને નબળાને દેખવાથી નબળી અસર તેા હૃદય ઉપર થયા જ કરે છે.
+ ઉપદેશમાળા, ગાથા ૧૪૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org