________________
અધિકાર ] સમતો
[ ૩૦ વશમા શ્લોકમાં આપણે જોઈ ગયા છીએ કે આ જીવ પોતાનું અને પારકું શું છે તે જાણતો નથી. આ સત્ય છે? બધા જ ઘણી વસ્તુને પિતાની છે એમ માને છે, પરંતુ એમાં ભૂલ એ થાય છે કે જે પોતાની વસ્તુ નથી તેને પોતાની માની બેસે છે. અને પિતાનું અનંત દ્રવ્ય, જે દરરોજ સાથે રહે છે, સંનિધિમાં જ છે અને જેને શોધવા જવું પડતું નથી, તેને તે ઓળખતા નથી, જાણ પણ નથી અને ભ્રમણમાં રખડ્યા કરે છે! આવી સ્વપરની બેટી વહેંચણ થઈ છે, તેનું કારણ શું? વહેંચણી કરનાર કેણ? આને વિચાર કરે. “ આ દ્રવ્ય મારું છે, આ સ્ત્રી મારી છે, આ ઘર મારું છે” એમ ઓળખાવનાર રાગ છે, એ મોહ છે, એ મદિરા છે. “આ ઘર પારકું છે. આ છોકરે બીજાને છે. આ વસ્તુને નાશ થયો તેમાં અડચણ નથી, કારણ, તે મારી નથી એમ ઓળખાવનાર છેષ છે. એ મદિરા છે, એવી જ રીતે મદથી, ઈર્ષાથી, અહંકારથી, લોભથી સ્વપરનો વિભાગ પાડે છે એ સર્વ મહજન્ય છે. મોહને માર્ગ જગતને અંધ કરીને કામ કરવાનો છે અને વાઈન(દારૂ)ની પેઠે તે પ્રાણીને ઉન્મત્ત બનાવે છે. ટૂંકમાં કહીએ તો, પદ્દગલિક વસ્તુઓને સ્વપરવિભાગ મહજન્ય છે.
મેહ આ પ્રાણીને ચારે ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ આપ્યા કરે છે. દેવગતિમાં વિરહદુઃખ અને પત્કર્ષ સહન કરવાનું દુઃખ, મનુષ્યગતિમાં આજીવિકાનું દુઃખ અને સંગવિયેગનું દુઃખ, તિર્યંચગતિમાં મૂંગે મોઢે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરવાનું અને તાપ-ઠંડી સહન કરવાનું દુઃખ અને નરકગતિમાં અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક અસહ્ય દુઃખે મેહ ઉત્પન્ન કરે છે અને તે આ જીવને જરૂર સહન કરવાં જ પડે છે. કષાયો રાગદ્વેષજન્ય છે અને તે બને પિતે મેહના છોકરા છે અથવા મોહ પિતે જ છે. ઉક્ત રીતે અનેક પ્રકારનાં દુઃખ આપનાર મોહને તે આ જીવને ખરેખરે દુશમન કહી શકાય, દુમનને આનંદ આ જીવને ભુલાવે ખવરાવી દુઃખ આપવામાં જ હોય છે. તે જ મેહ સ્વપરવિભાગ કરી આપે છે. આ મારું છે અને આ પારકું છે, એવું પદ્દગલિક વસ્તુમાં આરોહણ કરવું એ પ્રકટપણે ખોટું છે, કારણ કે તેમાં આત્મિક કાંઈ નથી અને આત્મિક ન હોય તે પિતાનું નથી. આવી રીતે વિભાગ કરનાર તો તારા પાકા દુશ્મન છે. ત્યારે દુશમન કરેલ વિભાગ તું શા માટે કબૂલ રાખે છે ? દુનિયામાં કોઈ કારણસર બે પક્ષકારો વચ્ચે તકરાર થાય તે તેને નિવેડો મધ્યસ્થ માણસથી લાવવામાં આવે છે, પરંતુ તે જ નિવેડે કરવાનું કામ જે એક પક્ષના દુશમનને સેંપવામાં આવે તે જરૂર તેનું પરિણામ તેના લાભથી ઊલટું જ આવે છે, અર્થાત્ તેને નુકસાન થાય છે.
માટે હે ચેતન ! તારું શું છે અને પારકું શું છે?—તેને વિભાગ તારા હિતસ્વી હોય તેની પાસે કરાવ. એમ કરીશ તે તને કાંઈ પણ લાભ થશે અને આત્મિક દ્રવ્ય; જે અત્યારે તારી સત્તા (potentiality)માં રહ્યું છે, પ્રગટપણે તું પામી શકીશ. શત્રુને હવે તું ક્યાં સુધી તારા તરીકે સમજીશ? તું હવે ઉન્મત્તપણું છોડી દે અને મહિને કરેલ વિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org