________________
અધિકા૨ ]
સમતા
[ ૩૫ પરંતુ શાંત રહે છે, એટલું જ નહિ પણ, પિતાની આમિક સત્તાની કટી થવાનો પ્રસંગ જાણી વધારે જ્ઞાની તે તેથી આનંદ માને છે. ઉત્કૃષ્ટ ગુણપ્રાપ્તિની ફુટ ઈચ્છાની અત્ર અવધિ થાય છે. દુનિયાના ઘણાખરા માણસે તે પોતાની સ્તુતિ સીધી રીતે કે આડકતરી રીતે સાંભળવા ઈચ્છા રાખે છે અને સાંભળીને રાજી થાય છે, કેટલીક વાર આત્મલઘુતા બતાવી તે દ્વારા પણ સ્તુતિ કરાવવાની ઈચ્છા રાખે છે; પરંતુ આવી ઈચ્છા ન રાખનારા બહુ થેડા હોય છે અને પોતાની સ્તુતિથી કદાચ મદ ઉત્પન્ન થાય તેવા હેતુથી સ્તુતિ સાંભળી દરકાર ન કરનારા અને તેથી ઊલટા ખેદ પામનારા તે બહુ જ થોડા હોય છે. દુનિયાને માટે ભાગ સાચે રસ્તે હોતો નથી તેને અત્રે પ્રગટ ઉલ્લેખ છે, અને તેથી આ બાબતમાં થોડા પણ સમજુ માણસોને પગલે ચાલવું એ જ શુદ્ધ માગે છે.
એવી જ રીતે પારકાના ગુણની નિંદા સાંભળી ખેદ પામવો એ ગુણ તરફ પ્રેમ બતાવે છે અને આ સર્વ લક્ષણ જેનામાં હોય તેને જ શાસ્ત્રકાર જ્ઞાની કહે છે. દ્રવ્યાનુયોગના થોડા ગ્રંથે વાંચ્યા અથવા યુનિવર્સિટીની કેટલીક ડિગ્રી મેળવી એથી ખરા જ્ઞાની થવાતું નથી. જ્ઞાનની સાથે જ વર્તન શુદ્ધ હેવું જોઈએ. બુદ્ધિના ક્ષપશમથી થોડું સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તેથી મલકાઈ જવાનું નથી, કારણ કે વસ્તુતઃ જ્ઞાનનું ફળ વર્તન જ છે અને ફળ વગરનું જ્ઞાન માત્ર ભા આપે છે, પરંતુ વાસ્તવિક લાભ કરતું નથી. કેળવણીનું પરિણામ આ જ હોવું જોઈએ અને સમજુ પ્રાણીઓ એને જ અનુસરે છે, એ આપણે વારંવાર વાંચીએ છીએ. જ્ઞાનીનું લક્ષણ સાધુ અને શ્રાવકને એક સરખી રીતે લાગુ પડે છે. તેથી જે ખરેખર જ્ઞાની હોવાનો દાવો કરતા હોય તેમણે આ શ્લોકમાં બતાવેલું વર્તન કરવું ખાસ જરૂરનું છે. વસ્તુ સ્વરૂપ ચિંતવવાને આ ત્રીજો ઉપાય અમલમાં મૂકવાથી સમતા પ્રાપ્ત થાય છે. અને તે ચિંતવન વિશે જાણકારને જ પ્રાપ્ય છે, તેથી સમતા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા તત્વજિજ્ઞાસુએ-પછી તે સાધુ કે શ્રાવક ગમે તે હોય તેણે–આત્મપ્રશંસા કરવી નહિ, બીજા કરે એવી ઇચ્છા રાખવી નહિ, કરે છે તેથી આનંદ માનવે નહિ અને પરગુણુ અણુમાત્ર હોય તેને પણ મેટો માનવ, તેની પ્રશંસા કરવી અને બીજા પ્રાણીઓ તેની પ્રશંસા કરે તે સાંભળી રાજી થવું. (૧૯)
પિતાના શત્રુમિત્ર-સ્વ૫ર ઓળખવાનો ઉપદેશ न वेत्सि शत्रून् सुहृदश्च नैव, हिताहिते स्वं न परं च जन्तोः । . दुःखं द्विषन् वाञ्छसि शर्म चैतनिदानमूढः कथमाप्स्यसीष्टम् ॥२०॥ (उपेन्द्रवज्रा)
“હે આત્મન ! તું તારા શત્રુ અને મિત્રને ઓળખતે નથી, તારું હિત કરનાર અને અહિત કરનાર શું છે તે જાણતા નથી અને તારું પોતાનું શું છે અને પારકું શું છે તે
એક “શરતો” તિ ના પદ લજોને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org