________________
૩૦ ] અધ્યાત્મકલ્પમ
[ પ્રથમ રાખજે, એથી તને નાસીપાસ પણ થશે નહિ અને શાંતિ જળવાઈ રહેશે. શ્રી શાંતસુધારસમાં કહ્યું છે કે –
तस्मादौदासीन्यपीयूषसारं, वारंवारं हन्त सन्तो लिहन्तु ।
आनन्दानामुत्तरङ्गत्तरङ्गैर्जीवद्भिर्यभुज्यते मुक्तिसौख्यम् ॥ “એ રીતે ઉદાસીનતા એ અમૃત છે અને સંતપુરુષે એ અમૃતને વારંવાર સ્વાદ લે છે, એવા આનંદના ઉચ્ચ તરંગ વડે જીવનારાઓ આ જન્મમાં મુક્તિસુખને ભોગવે છે.”
આ ભાવનાથી પુરુષાર્થ કરવાને પ્રતિબંધ થતું નથી, પણ પુરુષાર્થ કર્યા પછી પરિણામે નિષ્ફળતા મળે ત્યારે કેટલીક વાર સામા પ્રાણ પર જે કષાયયુક્ત ઉગ્ર લાગણી થાય છે તેને કાબૂમાં રાખવાને આ ભાવનાનો વિષય છે.
મિત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યથ્ય એ ચાર ધર્મધ્યાનની ભાવના છે. એ ભાવના ભાવવાથી જીવ આનં-રૌદ્રધ્યાનમાંથી મુક્ત થઈ ધર્મધ્યાનમાં આવે છે. આ ચાર ભાવના ભાવવાથી મન સ્થિર થાય છે અને સમતા પ્રાપ્ત થાય છે. એ ભાવના ભાવતાં મનમાં અનિર્વચનીય આનંદ થાય છે એ આનંદને સરખાવવા માટે સ્થળ સૃષ્ટિમાં કઈ પણ પદાર્થ નથી. એ ચારે ભાવના, અગાઉ જણાવ્યું તેમ, સમતાનાં અંગ છે અને સમતાને સ્થિરકરનાર છે. શાંતરસના ખપીએ આ ભાવનારૂપ જળનું વારંવાર પાન કરવું. અભ્યાસ પડ્યા પછી રસ્તો સરલ થઈ જશે. અત્ર ચારે ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું છે; વિશેષ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા હોય તેમણે અન્ય ગ્રંથોમાંથી તેનું સ્વરૂપ જોઈ લેવું. બાકી, એનું ખરું સ્વરૂપ તે એ ભાવના ભાવવામાં આવશે ત્યારે જ અનુભવમાં આવશે. એ ભાવના ભાવમાં શરૂઆતમાં તે મનક્ષેત્ર કદાથે સંકોચવાળું લાગશે, પણ ધીમે ધીમે તે વિસ્તૃત થતું જશે. (૧૬)
સમતાનું બીજું સાધન : ઈન્દ્રિયના વિષયો પર સમતા चेतनेतरगतेष्वखिलेषु स्पर्शरूपरवगन्धरसेषु । साम्यमेष्यति यदा तव चेतः, पाणिगं शिवसुखं हि तदात्मन् । ॥१७॥ (स्वागतावृत्त)
હે ચેતન! સર્વ ચેતન અને અચેતન પદાર્થોમાં રહેલા સ્પર્શ, રૂપ, રવ(શબ્દ), ગંધ અને રસમાં તારું ચિત્ત સમતા પામશે, ત્યારે મેક્ષનું સુખ તારા હાથમાં આવી જશે.” (૧૭)
વિવેચન–સમતાના પ્રથમ સાધન તરીકે ચાર સમકિત ભાવના કહી. હવે બીજું સાધન ઇન્દ્રિયના વિષયે પર સમભાવ રાખવાનું છે તે કહે છે. સ્ત્રી, પુત્ર વગેરે ચેતન પદાર્થો અને શયા, વસ્ત્રાદિ અચેતન પદાર્થો, એ બનેને અંગે અનેક પ્રકારના સ્થળ વિષય પ્રાપ્ત થાય છે. કમળ સ્પર્શથી સુખ અને કર્કશ સ્પર્શથી દુઃખ થાય છે. તેમ જ રૂપવાન સ્ત્રી કે વસ્તુ જોઈને પ્રેમ આવે છે અને કુરૂપ જોઈને દ્વેષ થાય છે, તેવી જ રીતે સુગંધ તરફ નાસિકા આકર્ષાય છે અને દુર્ગધથી માં મરડાય છે, તથા મિષ્ટ પદાર્થને સ્વાદ કરતાં જિલ્લામાં પાણી છૂટે છે, ત્યારે અનિષ્ટ પદાર્થ ખાતા માં બગડે છે, સુસ્વર વનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org