________________
અધિકાર] સમતા
[૩૧ સાંભળી કાન મંડાય છે, ત્યારે કુસ્વર સાંભળી કાનમાં આંગળીઓ નાખવામાં આવે છે. આ પાંચ ઇંદ્રિયોના ત્રેવીસ વિષય છે. એ સર્વ વિષય તરફ જ્યારે તને સમભાવ થશે, એટલે સારું કે ખરાબ એવો કોઈ પણ પ્રકારને ભેદ તારા મનમાં થશે નહિ, ત્યારે મોક્ષસુખ તારા હાથમાં આવી જશે. આ પાંચે ઇંદ્રિયના વિષયે આ જીવને બહુ છેતરે છે અને સંસારમાં રખડાવનારા પણ ખરેખર તેઓ જ છે. નીતિશાસ્ત્રકારે કહે છે કે :इह हि मधुरगीतं नृत्यमेतद्रसोऽयं, स्फुरति परिमलोऽयं स्पर्श एष स्तनानाम् । इति हतपरमार्थ रिन्द्रियैर्धाम्यमाणः, स्वहितकरणधूतः पञ्चभिर्वश्चितोऽस्मि ॥१
આ મધુર રીતે ગવાયેલું ગાયન, આ નાચ, આ રસ; આ સુગંધી, આ સ્તનોને સ્પર્શ–આવી પરમાર્થને હણનારી ઇંદ્રિયે, જેઓ સ્વહિત સાધવામાં ધૂત છે, તે પાંચેથી હું સંસારમાં પરિભ્રમણ કરું છું અને તેઓથી ખરેખર છેતરાઉં છું.” - આ પાંચે ઈદ્રિયો ઉપર અથવા વસ્તુતઃ પાંચેના વિષય ઉપર રાગદ્વેષ ન રાખ એ મોક્ષપ્રાપ્તિને ઉપાય છે. મોક્ષ પ્રાપ્તિને ઉપાય રાગદ્વેષને ત્યાગ જ છે, કારણ કે કષાય, સંસારમાં રખડાવનાર છે અને જેનું સ્વરૂપ આગળ સાતમાં અધિકારમાં વિસ્તારથી બતાવ્યું છે, તે સર્વ રાગદ્વેષથી જ ઉત્પન્ન થાય છે, માટે ઇંદ્રિયોના ક્ષણિક સુખમાં આનંદ ન માનતાં તેના ત્યાગથી મોક્ષનું અવિચિછન્ન સુખ પ્રાપ્ત થાય છે તેને ખ્યાલ લાવી તેમાં પ્રયાસ કરે એ સમતા પ્રાપ્ત કરવાનું અને તે દ્વારા પરંપરાએ અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાનું પરમ સાધન છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. તેટલા માટે શ્રી સિંદૂરપ્રકરમાં કહે છે કે “હે સાધુ! તું ગમે તેટલાં મૌનવ્રત ધારણ કર, ઘરનો ત્યાગ કર, આચારનો અભ્યાસ કર, વનમાં ગમન કર, તીવ્ર તપસ્યા કર, પણ જ્યાં સુધી કલ્યાણવનને ભાંગી નાખનાર મહાવાયુ સમાન ઇન્દ્રિયસમૂહને તે પરાજય કર્યો નથી, ત્યાં સુધી રાખમાં રેડેલા ઘીની જેમ સર્વ વૃથા સમજવું.” તેમ જ શરૂઆતમાં જ ત્યાં કહ્યું છે કે ઈ દ્રિયના સમૂહને પરાજય કરવાથી કલ્યાણ પ્રાસ થાય છે. જે ઇંદ્રિયનું સુખ ક્ષણિક છે તેને કબજામાં રાખી તેના વિષયોથી થતાં સુખદુઃખ પર સામ્યભાવ રાખવો એ અત્ર ઉપદેશ છે. સમતા પ્રાપ્ત કરવાનું આ બીજું સાધન થયું. (૧૭)
આત્મશિક્ષા-વિચાર કરવાની જરૂરિયાત
સમતાપ્રાપ્તિનું ત્રીજું સાધન के गुणास्तव यतः स्तुतिमिच्छस्यद्भुतं किमकृथा मदवान् यत् । कैर्गता नरकभीः सुकृतैस्ते, किं जितः पितृपतिर्यदचिन्तः ॥ १८॥ (स्वागतावृत्त)
તારામાં કયા ગુણો છે કે તું સ્તુતિની ઈચ્છા રાખે છે? તે શું મોટું આશ્ચર્યકારી કાર્ય કર્યું છે કે તું અહંકાર કરે છે ? (તારા) કયાં સુકૃત્યથી તારી નરકની બીક મટી ગઈ છે? તે શું યમને છે કે જેથી તું ચિંતા વગરને થઈ ગયે છે? (૧૮)
સિંદૂરપ્રકર, શ્લેક ૭૧. ૨. એજન લોક ૬, પક્તિ ચોથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org