________________
૮ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
[ પ્રથમ
તરફ નથી પણ વિષનાશ તરફ છે; અને જેમ વ્યાધિગ્રસ્ત પ્રાણી એકના એક ઔષધનુ અનેક વાર સેવન કરે છે, તેના હેતુ ઔષધ ખાવાના નથી પર ંતુ વ્યાધિના વિનાશ કરવાના છે, તેવી રીતે શુદ્ધ વ્યાપાર કરવાની ઈચ્છાવાળા અથવા રાગ-વિષ કે માદ્ધ-વ્યાધિના નાશ કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુને અનેક પ્રકારે અનેક વાર તેના તેજ ઉપદેશ આપવામાં આવે તા તેનું સાધ્ય વચનેાચાર કે વચનવ્યાપાર તરફ નથી, પણ રાગ-વિષના નાશ અથવા શુદ્ધ સંસ્કારના સંચય કરવા તરફ જ છે, તેથી તેમાં પુનરુક્તિ દોષ જરા પણ લાગતા નથી.
મુનિસુ ંદરસૂરિ મહારાજ પોતાના બનાવેલા સર્વ ગ્રંથેાની શરૂઆતમાં ‘જયશ્રી ’શબ્દ મૂકે છે. એ શબ્દ વડે તેમની ઓળખાણ પડે છે, એ ખાખત ખાસ નાંધ લેવા જેવી છે. (૧) અનુપમ સુખના કારણભૂત શાંતરસના ઉપદેશ
सर्वमङ्गलनिधौ हृदि यस्मिन् संगते निरुपमं सुखमेति ।
मुक्तिशर्म च वशीभवति द्राक्, तं बुधा भजत शान्तरसेन्द्रम् ॥ २ ॥ ( स्वागतावृत्त* )
“સર્વાં માંગલિકના નિધાન એવા શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય તે અનુપમ સુખ પામે છે અને માક્ષનું સુખ એકદમ તેના કબજામાં આવી જાય છે. હું પડિતા ! એવા શાંતરસને તમે ભો, સેવા, ભાવે.” (૨)
વિવેચન—સર્વ પ્રાણીઓની પ્રવૃત્તિ અમુક હેતુને લઈ ને થાય છે. પ્રયોજ્ઞનમનુંદ્રિય 7 મોપિ પ્રવર્તતે-પ્રયાજન વગર ભૂખ પણ પ્રવૃત્તિ કરતા નથી. આ સ્વતઃસિદ્ધ નિયમ છે, વ્યાપાર કરનારના હેતુ ધનપ્રાપ્તિના હેાય છે. ભણનારના હેતુ મગજ કેળવવાના અથવા પરીક્ષા પાસ કરવાના હોય છે. ચાનારના હેતુ અમુક જગ્યાએ પહેાંચવાના હાય છે, અને ખેલનારને હેતુ સાંભળનારના મન પર અમુક અસર નિપજાવવાના હોય છે. આ સર્વ હેતુના પર પરાએ છેવટના હેતુ પ્રાણીને સુખ પ્રાપ્ત કરવાના હોય છે. જે પ્રવૃત્તિથી પરિણામે સુખ મળે તેવું ન હેાય તેમાં વિચારવાન પ્રાણી પ્રવૃત્તિ કરતાં નથી, તેથી સર્વ પ્રવૃત્તિના હેતુ સુખ પ્રાપ્ત કરવાના છે એ સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે સવાલ એ થાય છે
સુખ શું છે ? અને સુખ કયાં છે ? આ સવાલને જવાખ આપવામાં મહેળા અનુભવજ્ઞાનની જરૂર છે. વાસ્તવિક હકીકત એમ છે કે જે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ જીવ પ્રયાસ કરે છે તેનું સ્વરૂપ તે સમજતા નથી. ઘણા જીવા સારું ખાવામાં, સારાં વસ્ત્ર પહેરવામાં, સારા દેખાવામાં, પ્રથમ પક્તિની ખુરસી મેળવવામાં અથવા વાહવાહ કહે.રાવવામાં સુખ માને છે, પણ એમાં સુખ શું છે? શરીર નાશવંત છે. નામ કેાઈનાં અમર રહેતાં નથી. અને સર્વથી વધારે અગત્યની ટુકીકત એ છે કે આવા પ્રકારના વિષયેાને સુખ માનવામાં પ્રાપ્ત કરેલી સપત્તિ (પુણ્યધન) ખવાઈ જાય છે અને પરિણામે પાછું દુ:ખ થાય છે જે * સ્વાગતાવૃત્તમાં ૧૧ અક્ષર. સ્વાગતા રત્તમમૈનુદ્દળા ૨(૩-૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org