________________
અધ્યાત્મક૫ડુમ
[ પ્રથમ શાંતરસ, શરૂઆત, માંગલિક जयश्रीरान्तरारीणां, लेभे येन प्रशान्तितः । તં શ્રાવલિને નત્વા, રસઃ શાન્તો વિમાવ્યતે || ૨ |(અનુષ્ટ્ર * )
જે શ્રી વીર ભગવાને અંતરંગ શત્રુઓની જયલક્ષ્મી ઉત્કૃષ્ટ શાંતિથી મેળવી છે તે પરમાત્માને નમસ્કાર કરીને શાંતરસની ભાવના કરવામાં આવે છે.” (૧)
વિવેચન-વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે શત્રુનો નાશ કરવા માટે અને તેના પર વિજય મેળવવા માટે શ્રેષ અથવા ક્રોધ અને માન મુખ્ય ભાગ ભજવે છે, પરંતુ શ્રી વીર પરમાત્માનું મનોરાજ્ય એવું વિશાળ હતું કે તેમણે કષાય ન કરતાં શાંતિ રાખીને સર્વ અંતરંગ શત્રુ પર ફતેહ મેળવી. અંતરંગ શત્રુઓ મેહરાજાના સેવક તરીકે કામ કરે છે. અને તેના લશ્કરમાં વિષય, કષાય, જ્ઞાનાવરણીય વગેરે અનેક પ્રકારની ટુકડીઓ રહેલી છે. માર્ગાનુસારી થયા પછી વિજય મેળવવાની ઈચ્છા રાખનારનું અંતરંગ સિન્ય માર્ગભ્રષ્ટ થતું નથી અને તદનંતર તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી દેશથી અથવા સર્વથી વિરતિગુણ પ્રાપ્ત થાય ત્યારે ઇંદ્રિયદમન, આત્મસંયમ, ક્ષમાધારણ, સત્યવચાર, તેયત્યાગ, અખંડ બ્રહ્મચર્ય અને અધિકારના પ્રમાણમાં બહિરંગ અને અંતરંગ પરિગ્રહનો ત્યાગ વગેરે સદ્દગુણ પ્રાપ્ત થતાં જ આ જીવ અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી ક્રમસર સદરહું અંતરંગ શત્રુઓના કિલ્લાઓ તોડતો જાય છે. શ્રી વીર પ્રભુએ પણ આત્યંતર વૈરીઓનો નાશ કરવા માટે એ જ રસ્તે લીધું હતું. લક્ષમી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે પ્રથમ તો જે પ્રાણીઓએ લક્ષ્મી પ્રાપ્ત કરી હોય તેની સેવા કરવી જોઈએ. સેવા કરવાથી તે પુરુષે ગ્રહણ કરેલા રસ્તાનું જ્ઞાન થાય છે, તેમાં પરમ આદર થાય છે, અધ્યવસાય ઉત્કૃષ્ટ થાય છે અને તેથી અ૫ પ્રયાસે સાધ્ય સિદ્ધ થાય છે. શાંતરસનો કામી મહાપુરુષ પણ તે રસ જેને પ્રાપ્ત થયેલ છે એવા આસન્નઉપકારી શ્રી ચરમ તીર્થકરની સ્તુતિ કરે છે. શાંતિથી અંતરંગ શત્રુ પર તે મહાત્માએ કે વિજય મેળવ્યો તે સંબંધી કથાનક વીરચરિત્રાદિ અન્ય ગ્રંથિથી જાણી લેવું. સંગમ, ચંડકૌશિક, શૂલપાણિ, ગોશાલક વગેરે અતુલ્ય દુઃખ આપનાર તરફ અખંડ શાંતિ રાખનારનું અંતર મને બળ કેટલું વીર્યવાન હશે તે લખવા કરતાં કલ્પવું જ વિશેષ યુક્ત છે, કલ્પી શકાય તેવું છે. આવા પરમાત્માનું નામેચ્ચારણ કરી શાંતરસની ભાવના કરવાને ઉદ્યમ કરવામાં આવ્યો છે.
કઈ પણ શબ્દમાત્રને ગ્રહણ કરી તેના પર આ પ્રયોગ લે તેને નિરુક્ત કહે છે; એટલે કેટલાક શબ્દોને વ્યુત્પત્તિથી અર્થ બને નહિ, પણ પ્રયોગથી જ અર્થ બને છે. વીર શબ્દ માટે નિરુક્ત કરતાં વિદ્વાને કહે છે કે –
* આઠ અક્ષર દરેક પાદમાં હોય છે. છઠ્ઠો અક્ષર ગુરુ અને પાંચમે અક્ષર લઘુ હોય છે. બીજા તથા ચેથા પદને સાતમે અક્ષર હસ્વ હોય છે. પહેલા તથા ત્રીજાને સાતમો અક્ષર દીધ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org