________________
કરનારા સહન કરે છે; કારણ કે તેમને હેતુ અહિક માન–પ્રતિષ્ઠા મેળવવાને હેત નથી. સાધુવર્ગમાં આ સમયમાં મહાતપસ્વી, વાદીશ્વર અને અભ્યાસીઓ હતા એમ ગુર્નાવલીના ૪૪૭ પછીના દશ શ્લેકથી જણાય છે. ક્રિયાશિથિલતા સાધુમાં નહતી એમ એ જ કે બતાવે છે. શ્રાવકવર્ગને શાસ્ત્રાભ્યાસ બહુ હોય એમ ગ્રંથ પરથી જણાતું નથી, પણ તે સમયમાં શ્રેતાઓ સારા હશે એમ તો ઉપદેશરનાકરમાં આપેલાં ગ્રહણ કરનારનાં લક્ષણે પરથી જણાય છે. સાધુધર્મમાં કંચનકામિનીને ત્યાગ તો પ્રથમ પદે હોવો જોઈએ. મૂળ પાટમાં જ્યારથી પરિગ્રહને ગડબડાટ દાખલ થયે, ત્યારથી તેઓનું માન ઓછું થયું એમ આપણે જાણીએ છીએ. પરિગ્રહત્યાગના સંબંધમાં શ્રી મુનિસુંદરસૂરિ યતિશિક્ષાના ૨૪ થી ૨૮ સુધીના પાંચે શ્લોકમાં જે વિચારો બતાવે છે, તે વિચારો સંપૂર્ણ રીતે જણાવે છે કે તે વખતના મુનિઓમાં પરિગ્રહને સંભવ બિલકુલ નહતો. તેઓ વૃષભ, ઘોડા ઊંટ પાસે
કે ઉપધિ ઉપડાવવાની પણ ના પાડે છે અને તેમ કરનારને અન્ય ભવે વૃષભ કે ઘડાને અવતાર લઈ ભાર ઉપાડી બદલે આપવો પડશે એમ જણાવે છે, તેથી ધનના સંબંધમાં તે સવાલ જ રહેતા. નથી. ધર્મને નામે ઉપકરણદિના આકારમાં પણ પરિગ્રહ રાખવાની ના પાડે છે અને તેના ઉપર મૂરછ રાખવી એને જ તેઓ પરિગ્રહ કહે છે. આ સર્વ વિસ્તારથી વાંચતાં ચકકસ જણાય છે કે તેઓ પરિગ્રહની બાબતમાં નિર્દોષ હતા અને જેવા નાયક હોય તેવો જ તેને અનુસરનારે વર્ગ હોય, તેથી સાધવગમાં પરિગ્રહને પ્રવેશ શ્રી હીરવિજયસૂરિ પછી જ થયો એમ જણાય છે. આવા કારણથી શ્રીમદ્ યશવિજયજી ઉપાધ્યાયના સમયમાં સત્યવિજ્ય પંન્યાસને ક્રિયા-ઉદ્ધાર કરવો પડયો હતો. ક્રિયા-ઉદ્ધાર કરતી વખતે અનેક બાબતોના સુધારા કરવામાં આવ્યા હતા. પણ મુખ્યત્વે કરી કંચન અને કામિન ને ત્યાગ તો દઢપણે કરવામાં આવ્યો હતો. આ ક્રિયા દ્વારા પ્રસંગે ફરીવાર ન આવે તે માટે આ મુદ્દા ધ્યાનમાં રાખી શ્રાવકોએ શિથિલપણાને ઉત્તેજન આપતાં બહુ વિચાર કરવો યોગ્ય છે.
વાંચન-વિવેક–આ ઉપોદઘાત પૂર્ણ થાય છે. શાંતિથી પરિપૂર્ણ અને શાંતિ આપનાર ગ્રંથમાં પ્રવેશ કરવાને છે. તે એક સામાન્ય વાર્તાના ગ્રંથ તરીકે ઉપર ઉપરથી વાંચવાને નથી. એની હકીકત વાંચી; સમજી, મગજમાં ઉતારવાની છે અને તેનું મનન અને નિદિધ્યાસન કરી આત્માને અધ્યાત્મરૂપ કરવાને છે. આ પ્રમાણે થાય ત્યારે જ આ ગ્રંથ વાંચવાથી થનારા લાભ પ્રાપ્ત થાય. બાકી એક નવીન ગ્રંથ તરીકે તેમાં શું લખ્યું છે તે ઉપરા-ઉપરથી જોઈ જવું એથી નુકસાન નથી પણ વાસ્તવિક લાભ પણ નથી. આવી જતના વાચનને શોખ હાલ વધતો જાય છે તેની સામે વાંધો લેવાની જરૂર છે, તેથી અત્ર અટલી યાચના કરવી પ્રાસંગિક ગણવામાં આવી છે. ઉપઘાત સાથે આમુખમાં શાંતરસની ૨સસિદ્ધિ લખવાના વિચાર હતા અને તેવા જ હેતુથી તે વિષયનું વિવેચન મંગલાચરણમાંથી હતું; કારણ કે વિષય તદ્દન પારિભાષિક હોવાથી સાહિત્યના શોખીન અને તેના અભ્યાસીને જ આનંદ આપે તેવો એ વિષય છે; પણ આ કાર્ય જેવા રૂપમાં જોઈએ તેવા રૂપમાં અનેક વ્યવસાયને લીધે, તૈયાર થઈ શકયું નથી તેથી દાખલ કર્યું નથી. આધ્યાત્મિક શાંતિને પ્રસાર થઈ જીવન વિશુદ્ધતર અને ઉન્નત બનાવવાની પ્રકૃષ્ટ ઇચ્છાથી ગ્રંથલેખન અને તદ્વિવેચન થયું છે અને તે ઇચ્છા પાર પડે એવી ખરા અંતઃકરણથી પ્રાર્થના છે. તથાસ્તુ.
મ. ગિ. ફા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org