________________
છે તે પરથી એમ લાગે છે કે બગાડાની ધીમી શરૂઆત થવાનાં ચિહ્નો અભુત કલ્પનાશક્તિ ધરાવનાર સૂરિ જોઈ શક્યા હતા. સાધુવર્ગમાં સંપ બહુ ઉંચા પ્રકારને હતા, કારણ કે, તે જ કાવ્યને પાંચમા સર્ગના છઠ્ઠી લેકમાં જણાવે છે તે પ્રમાણે, શ્રી દેવસુંદરસૂરિએ પિતાના પટ્ટશિષ્ય તરીકે મનમાં નિર્ણય કરેલા શ્રી સોમસુંદરસૂરિને શ્રી જ્ઞાનસાગ સૂરિ પાસે અભ્યાસ કરવા મેકલ્યા હતા. આ પ્રમાણે બનતું હાલમાં બહુ અ૬૫ સ્થળે જોવામાં આવે છે અને ખાસ કરીને પ્રિય શિષ્યને બીજાને સોંપવામાં બહુ સં૫ જ કારણભૂત થઈ શકે છે, એ વ્યવહારષ્ટિથી વિચારી શકાય તેવું છે. સાધુઓમાં સંપ બહુ સારો હતો. એના કારણમાં અત્ર જે હેતુ બતાવ્યા છે તે સામાન્ય છે, કારણ કે શ્રી જ્ઞાનસાગરસૂરિ શ્રી દેવસુંદરસૂરિના જ શિષ્ય હતા તેથી તેઓ તેમની અગ્રિામાં હોય એમાં બહુ નવાઈ જેવું નથી, છતાં સાધુઓમાં રપ હોવાનાં ઘણાં કારણો છે. તમામ સાધુએ પોતાના પાના રાજના હુકમને માનતા હતા, તદનુસાર વર્તન કરતા હતા, રાજ જીવતો-જાગતો હતો, સત્તા કબૂલ કરાવવાની શક્તિવાળા હતા અને પ્રજાસત્તાક રાજ્યના નિયમ પ્રમાણે અમુક વર્ષ રાજ બદલાતે નહિ, પણ સર્વની સંમતિથી આજીવન પ્રેસીડન્ટ ની માતા, જે હંમેશાં બહુ વ્યવહારકુશળ, જ્ઞાની અને અદ્દભુત શક્તિપ્રભાવવાળો જોઈને પસંદ કરવામાં આવતો. આથી તે સર્વ ઉપર પોતાને અંકુશ રાખી શકતા, સર્વને સુબદ્ધ રાખી શકતા અને તેની આજ્ઞા પૂર્ણ રીતે મનાતી હતી. સંપ મજબૂત રહેવાનું આ મુખ્ય કારણ છે. તપગચ્છમાં તે સમયના પ્રમાણમાં વિદ્યાને અને સાધુઓ બહુ હતા એમ ગુર્નાવલીના છેલ્લા પચીસ કલેકે પરથી જણાય છે. ગણની સ્થિતિ કેવી હતી તે લખતાં શ્રી મુનિસુંદરસૂરિ કહે છે કે :
गणे भवन्त्यत्र न चैव दुर्मदा, न हि प्रमत्ता न जडा न दोषिणः । विरभूमिः किल सोषवीति वा कदापि किं काचमणीनपि क्वचित् ॥
આ ગણમાં અભિમાની, પ્રમાદી; મૂખ અને પાપ સેવનારા થતા નથી. શું વિડૂરભૂમિ કાચને ઉત્પન્ન કરે ?” આ ઉપરાંત ગરછમાં કેવા વિદ્વાન હતા તે; ઉપર કહ્યું તેમ છેલ્લા પચીશ લેકે જોવાથી સમજાશે. આવી જ હકીકત પ્રતિષ્ઠામ સમસૌભાગ્ય કાવ્યના દશમાં સર્ગના ૬૫માં લો.
श्रीसोमादिमसुन्दरस्य सुगुरोः श्रीमद्गणे सदगुणे, मोहद्रोहकथाप्रथा न हि मनाक् नैव प्रमादच्छलम् । नो वार्ताप्यनृतस्य तंस्य विकथानामापि न शृयते,
राज्यं प्राज्यमनुत्तरं विजयते श्रीधर्मभूमी शितुः ।। શ્રી સમસુંદરસૂરિના શ્રીમાન સગુણું ગરછમાં મોહ અને દ્રોહની કથા ન હતી; પ્રમાદ તથા છળ જરા પણ ન હતાં; અસત્યની વાત જ ન હતી અને વિકથાનું તે નામ જ સંભળાતું નહોતું; તેમાં તે કેવળ ધર્મરાજનું અનુપમ મોટું વિશાળ રાજ્ય વિજયવંત વર્તતું હતું.” - આવાં આવાં અનેક ચિત્રો ગ્રંથકારે મૂક્યાં છે; તેમાં સહજ અતિશયોક્તિ હોય તો પણ સામટી રીતે જૈન ગૃહસ્થની અને સાધુવર્ગની સ્થિતિ સંતોષકારક હતી એમ જણાય છે. શ્રાવકે પણ ગુરુ તરફ દઢ ભક્તિવાળા હશે એમ જણાય છે. ગુણરાજ. દેવરાજ; વિશાળ; ધરણંદ્ર; નીંબ વગેરે શ્રેષ્ઠીઓએ ગુરુની જે શબ્દોમાં સ્તુતિ કરી પિતાની લઘુતા બતાવી છે અને અપૂર્વ મહત્સવથી સૂરિપદવીની પ્રતિષ્ઠા કરાવી છે તે ચારિત્રધર્મ તરફ અને ગુરુ તરફ લેકોનો દઢ અનુરાગ બતાવે છે. ગરપતિ અથવા ગણાચાર્યની આજ્ઞા સર્વ બહુમાનથી ઉડાવતા હતા; એમ પણ અનેક રીતે નિત થાય છે. સાધુઓમાં વિહાર કરવાની બહુ ટેવ હતી અને શ્રી સમસુંદરસૂરિ જેવા આચાર્ય પણ એક સ્થાનકે રહેતા નહતા એમ સમસૌભાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org