________________
“સમ્યગ્દષ્ટિવાળા દેવસમૂહ સહિત એવા હે શાંતિજિનચંદ્ર ! શ્રીસંઘનું રક્ષણ કરે અને મારું પણ રક્ષણ કરો! એ શાંતિનાથ મહારાજની મુનિઓમાં સુંદર શ્રુતકેવલીઓએ અને આચાર્યોએ સ્તુતિ કરી છે.” અત્ર વિદ્વાન સ્તોત્રકર્તાએ પિતાનું નામ પણ ગર્ભિત રીતે સૂચવી દીધું છે. એ જ સ્તોત્રને ચૌદમો કલેક, જે ક્ષેપક હોય એમ માનવામાં આવે છે, તેમાં લખવામાં આવ્યું છે કે –
तवगच्छगयणदिणयरजुगवरसिरिसोमसुंदरगुरूण ।
सुपसायलद्धगणहरविज्जासिद्धिं भणइ सीसो ॥ “તપગચ્છરૂપ ગગનમાં સૂર્ય સમાન યુગપ્રધાન શ્રી સમસુંદરગુરુના સુપ્રસાદે પ્રાપ્ત થયેલી ગણધર વિદ્યાસિદ્ધિને પામેલા શિષ્ય મુનિસુંદરસૂરિ ભણે છે.”
આ છેલ્લા કને પાઠ બહુધા કરવામાં આવતું નથી. મહામારીના ઉપદ્રવને નાશ કરવા માટે આ સ્તોત્ર બનાવી વ્યાધિને નાશ કર્યો, તે જ બનાવ શ્રી માનદેવસૂરિના વખતમાં પણ બન્યો હતો અને તેમણે લઘુશાંતિ બનાવી ઉપદ્રવને નાશ કર્યો હતો. શ્રી માનતુંગાચાર્ય તે ભકતામરના કર્તા છે અને તેમણે લેકેના ઉચ્ચાર સાથે બંધ વગેરે તેડડ્યા હતા એમ કહેવાય છે. આવા ચમત્કાર કરનારા પૂર્વાચાર્યોને શ્રી મુનિસુંદરસૂરિએ ફરી યાદ દેવરાવ્યા હતા, એટલે આ મહાત્માને જોઈને તેઓ પણ સાંભરતા હતા. મતલબ, આ સૂરિમહારાજ તેઓની જેવા હતા, એવો શ્રી પ્રતિષ્ઠા મને અભિપ્રાય છે.
આ સૂરિમહારાજના સમય પછી સવા સો વર્ષે ૫૮મી પાટે શ્રી હીરવિજયસૂરિ થયા. તેઓએ અકબર બાદશાહને જૈનધર્મ સમજાવ્યો હતો અને તીર્થ સંબંધી અનેક હકકો મેળવ્યા હતા. આ આચાર્યના જીવનકાળનું ચરિત્ર લખનાર શ્રી હીરસૌભાગ્ય નામના મહાકાવ્યના કર્તા પૂર્વાચાર્યોના સંબંધમાં લેખ લખે છે. તેઓ પણ મુનિસુંદરસૂરિના નજીકના સમયમાં થયા છે, તેથી તેઓ મુનિસુંદરસૂરિ માટે શું કહે છે તે પણ જાણવું પ્રાસંગિક થઈ પડશે;
पट्टश्रियास्य मुनिसुन्दरसूरिशके, संप्राप्तया कुवलयप्रतिबोधदक्षे ।
कान्त्यैव पद्मसुहृदः शरदिन्दुबिम्बे, प्रीतिः परा व्यरचि लोचनयोजनानाम् ॥
એ જ ગ્રંથની ટીકા અનુસાર જરા વિસ્તારથી અર્થ લખવાથી આને ભાવ સ્પષ્ટ સમજાશે. આ લેકમાં કહે છે કે “આ (સેમસુંદરસૂરિ )ની પટ્ટલક્ષ્મી ઉપર મુનિસુંદર નામના સૂરિશક્ર (મોટા આચાર્ય), જેઓ કુવલય (પૃથ્વીરૂપી વલય-પક્ષે રાત્રિવિકાસી કમળ)ને જાગ્રત કરવામાં ચતુર શરદ ઋતુના ચંદ્ર જેવા હતા, તેઓ સૂર્યની કાન્તિથી લેની દષ્ટિને બહુ આનંદ ઉપજાવતા હતા.”
આ શ્લેકમાં કહેવાનો તાત્પર્યાર્થ એ છે કે, લોકોને બોધિબીજ, દેશવિરતિ, સર્વવિરતિ પ્રમુખનું દાન આપવા વડે કરીને તેઓને વિકાસ કરવામાં આ સૂરિમહારાજ ચતુર-દક્ષ હતા.
योगिनीजनितमार्युपप्लवो, येन शान्तिकरसंस्तवादिह ।
वर्षणादिव तपर्वतप्तयो नीरवाहनिवहेन जनिरे ॥ “શિવપુર નામના નગરમાં વ્યંતરીએ ઉત્પન્ન કરેલ મહામારી (મરકી)ને ભયંકર ઉપદ્રવ ચાલ્યા ત્યારે તે મહાત્માએ સંતિકા સંતિજિળ વગેરે શબ્દોવાળા શાન્તિકર સ્તોત્રથી, જેમ મેઘને સમૂહ રીમ ( ઉનાળા) કાળના તડકાને વરસાદથી હાંકી કાઢે છે તે પ્રમાણે, દૂર કર્યો–મારી હઠા.” આ કલેક પરથી એટલું વિશેષ માલૂમ પડે છે કે શાંતિકર સ્તોત્ર શિવપુર નગરમાં બનાવવામાં આવ્યું હતું. (અગાઉ દેવકુળપત્તનનું નામ આવ્યું છે તેથી શિવપુર નામ જુદું જણાય છે.) અથવા એક ગામનાં બે જુદાં જુદાં નામ હેાય એમ સંભવે છે, અ. ક. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org