________________
( ૩૨ )
किं व्रतेन तपोभिर्वा दंभश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ॥ ५७ ॥ મૂલાથે—જો દંભના ત્યાગ કર્યો ન હોય તે વ્રતવડે અથવા તપસ્યાવર્ડ કરીને પણ શું ફળ? કાંઈ પણ નહીં. જે દૃષ્ટિની અંધતારા નાશ થયા ન હોય તે આદર્શ (કાચ ) વડે અથવા દીવાવડે કરીને પણ શું ફળ? કાંઈ જ નહીં. પછ
ટીકાથે—તે કદાચ દંભનું નિરાકરણ કર્યું નથી એટલે હૃદયપ ઘરમાંથી દંભને કાઢી મૂકયા નથી, તેા પછી વ્રતવડે-દીક્ષાદિકનું પાલન કરવાવડ પણ શું-કયા ગુણ પ્રાપ્ત થાય ? કોઈ પણ ગુણ પ્રાપ્ત ન થાય. અથવા તા ચતુર્થ, ષષ્ઠ અને અષ્ટમાદિક તપસ્યાએ કરીને પણ શું પ્રાપ્ત થાય? કાંઈ જ પ્રાપ્ત ન થાય. અહીં દૃષ્ટાંત કહે છે—જો નેત્રની અંધતા-અદર્શનપણું નષ્ટ થયું ન હોય, તે આદર્શવડે--દર્પણવડે અથવા દીવાડે શું ફળ? કાંઈ જ નહીં. ૫૭.
केशलोच धराशय्याभिक्षाब्रह्मव्रतादिकम् । दंभेन दूष्यते सर्व त्रासेनेव महामणिः ॥ ५८ ॥ મૂલાથે—કેશના લોચ, પૃથ્વીપર શયન, ભિક્ષા (ગોચરી ) તથા બ્રહ્મચર્યાદિક ત્રતા તે સર્વે ત્રાસે કરીને. મહામણિની જેમ ખંભે કરીને દૂષણુ પામે છે. ૫૮.
ટીકાથે—કેશને લાચ, પૃથ્વીપર શયન, ભિક્ષા-કરવું કરાવવું ઇત્યાદિક નવ પ્રકારે શુદ્ધ આહારનું ગ્રહણુ, તથા બ્રહ્મચર્યાદિક, આદિ શબ્દથી અપરિગ્રહ અને પરિસહ તથા ઉપસર્ગાદિકનું સહન કરવું, એ સર્વે મેાક્ષસાધક ધર્મો દંભવડે-માયાવીપણાવડે દૂષણુ પામે છે-નિષ્ફળ થાય છે. અહીં દૃષ્ટાંત આપે છે-રનની જાતિમાં કાકપદ વિગેરે રતના દાષા ગણાવ્યા છે. તેમાંના ત્રાસ નામના દોષે કરીને અમૂલ્ય રત્નની જેમ અર્થાત્ જેમ ત્રાસે કરીને મહામણિ મૂલ્ય વિનાના થઈ જાય છે, કાંઈ પણ મૂલ્ય પામતા નથી, એમવાળા ગણાય છે, તેમ દંભે કરીને ક્રિયા પણ કાંઈ ફળ પામતી નથી. પટ.
सुत्यजं रसलापव्यं सुत्यजं देहभूषणम् ।
सुत्यजाः कामभोगाश्च दुस्त्यजं दंभसेवनम् ॥ ५९ ॥ મુલાર્થ—રસની લંપટતા મ્રુત્યજ (સુખે તજી શકાય તેવી ) છે, દેહ ( શરીર )નાં આભૂષણા સુત્યજ છે, અને કામભોગે પણ સુત્યજ છે; પરંતુ દંભનું સેવન દુસ્યજ (દુઃખે કરીને તજી શકાય તેવું) છે. ૫૯.
Aho! Shrutgyanam