________________
પ્રબંધ.]
વૈરાગ્યના ભેદ. વિશે પ્રીતિને ત્યાગ, બીજાના કરેલા ઉપકારનું વિસ્મરણ, અનુબંધાદિકને અવિચાર, પ્રણિધાનનો વિનાશ; શ્રદ્ધાની કે મળતા, ઉદ્ધતપણું, અધેર્ય અને અવિવેકીપણું એ બીજા વૈરાગ્યની લક્ષણુંવળી કહેલી છે. ૪૮,૪૮,૫૦,૫૧.
ટીકાર્ય–કશાસ્ત્રોના અર્થને વિષે કુશળતા, સર્વત શાસ્ત્રના અર્થપ્રતિપાદ્ય પદાર્થને વિષે વિપર્યય-પૂર્વ પુરૂષથી વિપરીતપણું અર્થાત્ અજ્ઞાનપણું, સ્વછંદતા-ગુરૂની આજ્ઞાની ઉપેક્ષા કરીને પિતાની ઈચ્છા પ્રમાણે વર્તવું, કુતર્ક કરવા જેમકે આ જગત ઈશ્વર રહિત નથી, કાર્ય હોવાથી ઘટની જેમ, એટલે જેમ ઘટ કાર્ય હોવાથી તેને કર્તા કુંભકાર છે, તેમ જગત્ પણ કાર્ય હેવાથી તેને કર્તા ઈશ્વર હે જોઈએ, ઈત્યાદિ તર્ક કરવા, તથા સતજ્ઞાન, સમ્યકત્વ અને વિરક્તિ વિગેરે ગુણવાળાની સંગતિને ત્યાગ; પિતાને ઉત્કર્ષ-પિતાના ગુણ પ્રસિદ્ધ કરવા, તથા પરનો દ્રોહ-પિતાથી બીજા સર્વને ઘાત-અન્યની કીર્તિહાનિ વિગેરે કરવું, તથા કલહ-કારણ વિના કોઈપણ વખત જેની તેની સાથે વાણીથી યુદ્ધ કરવું, તથા દંભવડે–પિતાના દોષનું આચ્છાદન કરીને આજીવિકા કરવી, તથા આશ્રોનું-ત્રતભંગાદિક અપરાધેનું આચ્છાદન–ગુરૂ પાસે આલોચના ન કરવી તે, તથા શક્તિના ઉલ્લંઘનવડે-પિતાને આબર દેખાડવા માટે પિતાની યેગ્યતા જોયાવિના ક્રિયાને સ્વીકાર કરે એટલે મનુષ્યોને રંજન કરવાના હેતુથી તપસ્યાદિક કષ્ટને સ્વીકાર કરે; તથા ગુણને વિષે પ્રીતિ એટલે ગુણગ્રાહીપણું, તેને ત્યાગ એટલે ગુણઉપરના હેકરીને તેનાં છિદ્રો જેવાં, તથા બીજાએ કરેલા ઉપકારનું વિસ્મરણ
એટલે કૃતઘીપણું, તથા અનુબંધ એટલે ઇચ્છાપૂર્વક દેશનું સેવન કરવાથી ઉત્પન્ન થયેલા દુષ્કર્મને લીધે જન્માંતરમાં થનારી દુર્લભાધિ વિગેરેને વિચાર કર્યા વિના જ અકાર્ય કરવું, તથા પ્રણિધાનને નાશ
એટલે વૈરાગ્યાદિક ધર્મમાં ઉપગપૂર્વક મનની એકાગ્રતા ન રાખવી તે, તથા શ્રદ્ધાને વિષે-ધર્મને ધર્મના ફળ ઉપરના આસ્તિકપણુને વિષે કમળતા-અનિશ્ચળપણું, તથા ઉદ્ધતપણું એટલે સ્વભાવની ચપળતા અને અનમ્રતા, તથા. અધેર્યું એટલે વિપત્તિને વિષે સ્થિરતા રહિતપણું, તથા અવિવેકીપણું એટલે કાર્ય અને અકાર્યને વિષે વિચારરહિતપણું. આ મેહગર્ભ વૈરાગ્યની લક્ષણુવલી-લક્ષણેની શ્રેણી તીર્થકરાદિકે કહેલી છે. ૪૮, ૪૯. ૫૦. ૫૧.
હવે ત્રીજા જ્ઞાનગર્ભ વૈરાગ્યનું સ્વરૂપ કહે છે – ज्ञानगर्भ तु वैराग्यं सम्यक्तत्त्वपरिच्छिदः । स्याद्वादिनः शिवोपायस्पर्शिनस्तत्त्वदर्शिनः ॥५२॥
Aho ! Shrutgyanam