________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
વ
વક્રતાના ત્યાગ કરીને વર્તમાન વસ્તુને જ સત્તારૂપે કહેનાર ના-વાણીના વિલાસ તે જીવને તે ભાવનૅવિષે કર્તાપણું એટલે અપૂર્વ વસ્તુને કરવાપણું માને છે-સ્વીકારે છે અર્થાત્ તે ભાવા ઉત્પત્તિમાન થાય છે. ૯૭.
આ નય પરભાવનું કર્તાપણું માનતા નથી, તે કહે છે.— कर्तृत्वं परभावानामसौ नाभ्युपगच्छति । क्रियाद्वयं हि नैकस्य द्रव्यस्याभिमतं जिनैः ॥ ९८ ॥
મૂલાથે—આ નય પરભાવાનું કર્તાપણું અંગીકાર કરતા નથી, કારણ એક દ્રવ્યની એ ક્રિયા જિનેશ્વરાએ માનેલી નથી. ૯૮.
*
ટીકાથે—આ ઋજીસૂત્રનય પરભાવાનું એટલે આત્મ વ્યતિરિક્ત પૌદ્ગલિક વસ્તુથી ઉત્પન્ન થયેલા પર્યાયનું કર્તાપણું સ્વીકારતા નથી. એટલે સર્વે કાઈ કર્તા પેાતાના ભાવને જ કરે છે, અન્ય ભાવ કરવામાં તે કોઈ એક પરમાણુ વિગેરે જ સકળ જગતના કાર્યોના કર્તા હાય છે. તે જ કહે છે.-કારણ કે એક દ્રવ્યની એટલે જીવાદિકલ્પે કરીને એક જ ગુણ પર્યાયને ભજનાર વસ્તુની એ ક્રિયા-બે વ્યાપાર એટલે જીવ ક્રિયા અને અજીવ ક્રિયા એમ બે ક્રિયા તીર્થંકરોએ કહી નથી. જો એ ક્રિયા થતી હોય. તે જીવ અને અજીવ એ અન્નના અભેદ થઈ જાય. એટલે કે જીવ અવની ક્રિયાના કરનાર થાય, અને અજીવ પણ જીવની ક્રિયાનેા કરનાર થાય અને આમ થાય તે જીવ અજીવરૂપ થઈ જાય અને અજીવ જીવપણાને પામી જાય. ૮. કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે.
भूतिय हि क्रिया सैव स्यादेकद्रव्यसंततौ ।
न साजात्यं विना च स्यात्परद्रव्यगुणेषु सा ॥ ९९ ॥ મૂલાથે—એક દ્રવ્યની સંતતિને વિષે જે હાવાપણું તે જ ક્રિયા હાય છે. તે 'ક્રિયાપદ્રવ્યના ગુણારવિષે સમાન જાતિપણા વિના થતી નથી. ૯.
રીકાચે---કારણ કે એક દ્રવ્યની સંતતિને વિષે એટલે જીવાદિક એક પદાર્થની કાળક્રમે સંલગ્ન થયેલી ઉત્પાદ અને વિનાશરૂપ ગુણુના પર્યાયાની શ્રેણીને વિષે જે કોઈ પણ વર્તમાન કાળના પર્યાયપણે હાવાપણું તે જ એટલે બીજા પર્યાયે કરીને ઉત્પન્ન થવું તે જ ક્રિયા છે એટલે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યાપાર છે. બીજું કાંઈ નથી. અને તે પૂર્વે કહેલી ક્રિયા પરદ્રવ્યના ગુણ્ણાનેવિષે એટલે. પેાતાથી વ્યતિરિક્ત એવા
Aho! Shrutgyanam