________________
પ્રબંધ.] આગમસ્તુતિ અધિકાર
૪૫ પ્રકાશે કરીને પૃથ્વીમંડળના વિકાસને વિસ્તારે છે. ચંદ્રપક્ષે કુમુદ (પિયણું) ના વનને વિકાસ કરે છે. તથા જે તર્ક-સન્યાયરૂપી શંકરના મસ્તક પર એટલે વિરોધ રહિત વસ્તુસ્વરૂપને સાધક હોવાથી પ્રધાનપણુને વિષે રહેલો છે, અને જે દેદીપ્યમાન–પ્રધાન એવા નૈગમાદિક નરૂપી તારાઓ વડે પરિવરેલો છે. ૨૦૧.
હવે સર્વ નયના સ્થાનરૂ૫ ગુણે કરીને જિનામની સ્તુતિ .. बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां संग्रहात्
सांख्यानां तत एव नैगमनयाद्योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैगुंफिता
जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुवीक्ष्यते ॥ २०२॥
મૂલાથે–ઔદ્ધને મત બાજુ સૂત્ર નયમાંથી થયો છે, વેદાંતીઓનું દર્શન સંગ્રહ નયને આશ્રીને થયું છે, સાંખ્યોને મત પણ તે સંગ્રહ નયથી જ થયો છે, એગ તથા વૈશેષિકને મત નૈગમ નથી થયું છે, તથા શબ્દને જ બ્રહ્મ માનનારા (મીમાંસકે) ને મત શબ્દનયમાંથી થયો છે, પરંતુ જૈન દર્શન તે સર્વ નવડે ગુંફિત છે, તેથી આ જૈન દર્શન વિષેની અત્યંત શ્રેષ્ઠતા પ્રત્યક્ષ જ દેખાય છે. ૨૦૨.
ટીકાર્યું–બૌદ્ધોને એટલે સુરતના શિષ્યોને મત-દર્શન એક ઋજુસૂત્ર નયનો જ આશ્રય કરવાથી ઉત્પન્ન થયો છે, કારણ કે તેઓ ઉત્પન્ન થયેલી (વર્તમાન) વસ્તુને જ માને છે. તથા વેદાંતીઓને એટલે અદ્વૈતનું પ્રતિપાદન કરનાર માત્ર જ્ઞાનકાંડને જ અંગીકાર કરનારાઓને મત સંગ્રહ નયના પક્ષને આશ્રય કરવાથી થાય છે, કારણ કે તેઓ ઉત્પત્તિ અને નાશ રહિત માત્ર સ્થિતિના જ સ્વભાવિવાળી વસ્તુ માને છે. તથા સાંખેને મત પણ તે સંગ્રહ નયના પક્ષને જ આશ્રય કરવાથી થયેલો છે, કારણ કે તેઓ આત્માને અકર્તા જ માને છે. તથા યોગ એટલે ગાચાર્ય-નૈયાયિને વિષે મુખ્ય ગૌતમ અને વૈશેષિક એટલે કણાદ એ બન્નેને મત (દર્શન) નૈગમનયના પક્ષનો આશ્રય કરવાથી થયો છે, કારણ કે તેઓ સામા
ન્યને અને વિશેષને ભિન્ન ભિન્ન માને છે. તથા શબ્દબ્રહ્મને માનનારા એટલે વેદવચન જ બ્રહ્મ છે અને તે જ ધર્મનું પ્રતિપાદક છે એમ માનનારા જૈમિનીએ એટલે સર્વજ્ઞનો અભાવ કહેનારા મીમાંસકે શબ્દનયના પક્ષને આશ્રય કરવાથી પ્રવર્તેલા છે, કારણ કે તેઓ જાતિ અને વિભક્તિ સહિત શબ્દને તુલ્ય એવી વસ્તુને માને છે. આ
૫૪
Aho ! Shrutgyanam