________________
પ્રબંધ ]
અનુભવાધિકાર.
૪૩૭
પ્રકૃતિવાળા પરિણામને પામેલું જે ચિત્ત, તે એકામ એટલે એક સમતારૂપ જેના વિષય છે એવું કહેલું છે. અર્થાત્ તેવું મન અનુભવી પુરૂષને ઇષ્ટ વસ્તુનું સાધક થાય છે. ૭.
उपरतविकल्पवृत्तिकमवग्रहादिक्रमच्युतं शुद्धम् । आत्माराममुनीनां भवति निरुद्धं सदा चेतः ॥ ८ ॥ મૂલાથે—જેના વિકલ્પા નિવૃત્ત થયા છે એવી વર્તનાવાળું અને પ્રતિબંધાદિકના ક્રમથી પૃથક્ થયેલું આત્મારામ મુનિઓનું જે ઉજ્જ્વળ ચિત્ત, તે નિરૂદ્ધ કહેવાય છે. ૮.
ટીકાથે આત્માને વિષે એટલે પેાતાના સ્વભાવને વિષે વિશ્રાંતિ અથવા ક્રીડાની પ્રવૃત્તિવાળા ચોગી જનેનું જે ઉપરત વિકલ્પવાળી એટલે જેના સંકલ્પરૂપી કલ્લાલા નિવૃત્ત થયા છે એવી વર્તનાવાળું અને અવગ્રહ એટલે પ્રતિબંધ તથા આદિ શબ્દ છે માટે સ્નેહ રાગ, સંબંધ અને કલ્પના વિગેરેના ક્રમથી એટલે ઉદ્દેશથી પૃથક્ થયેલું તથા સર્વદા શુદ્ધ એટલે ઉજજવળ પરિણામવાળું એવું જે ચિત્ત, તે નિરૂદ્ધ કહેવાય છે. આવું ચિત્ત માહ્ય વિષયાથી વિમુખ હાવાથી ઇષ્ટ કાર્ય કરનાર થાય છે. ૮.
પૂર્વે કહેલા મનના પ્રકારોવડે જે સાધવા લાયક છે, તે કહે છે.— न समाधावुपयोगं तिस्रश्चेतोदशा इह लभन्ते । सत्त्वोत्कर्षात् स्थैर्यादुभे समाधी सुखातिशयात् ॥ ९॥ મૂલાથે સમાધિમાં પહેલી ત્રણ ચિત્તની અવસ્થા ઉપયોગને પામતી નથી. પણ સત્ત્વના ઉત્કર્ષને લીધે, સ્વૈર્યને લીધે તથા અતિશય સુખને લીધે છેલ્લી એ મનની અવસ્થાઓ ઉપયોગને પામે છે. ૯.
ટીકા®--પ્રથમની ત્રણ પ્રકારની એટલે ક્ષિસ, મૂઢ અને વિક્ષિપ્ત નામની ત્રણ ચિત્તની અવસ્થાએ સમાધિમાં એટલે નિશ્રળ એકાગ્ર ધ્યાનને વિષે સાધક ભાવને પામતી નથી. માટે તે ત્રણે દશા વર્જવા યાગ્ય છે. અને સત્વના ઉત્કર્ષને લીધે એટલે જીવના વીર્યની
સ્ફુરણાને લીધે તથા સ્વૈર્ય એટલે ચિત્તના નિષેધ કરવાથી તેની સ્થિરતા થવાને લીધે તથા અતિશય સુખને લીધે એ સમાધિએ એટલે એકાગ્ર અને નિરૂદ્ધ નામની મનની અવસ્થાએ સાધક ભાવને પામે છે. ૯.
Aho! Shrutgyanam