________________
પ્રબંધ.]
પ્રશસ્તિ.
કપ૩
येषां कैरवकुन्दवृन्दशशभृत्कर्पूरशुभ्रा गुणा
मालिन्यं व्यपनीय चेतसि नृणां वैशद्यमातन्वते । सन्तः सन्तु मयि प्रसन्नमनसस्ते केऽपि गौणीकृत
स्वार्थी मुख्यपरोपकारविधयोऽत्युच्छंखलैः किं खलैः४६ મૂલાઈ—જેમના કૈરવ અને કુંદના પુષ્પ, ચંદ્ર તથા કપૂરની જેવા ઉજ્વળ ગુણે મનુષ્યના ચિત્તમાં મલિનતાને દૂર કરી નિર્મળતાને વિસ્તારે છે, તે સ્વાર્થને ગૌણ કરનારા અને પરોપકારની વિધિને મુખ્ય ગણનારા કેઈક સપુરૂષે મારા પર પ્રસન્ન મનવાળા થાઓ. ઉદ્ધત એવા ખળ પુરૂષવડે શું? (ખળ પુરૂષેનું પ્રયોજન છે?) કાંઇજ નહીં. ૪૬.
ટીકાર્ય–તેઓ એટલે હમણું કહેવાશે એવા ગુણસમૂહવડે યુકત કેટલાએક સપુરૂષે મારા પર પ્રસન્ન મનવાળા–સંતુષ્ટ ચિત્તવાળા થાઓ, કે જેઓને એટલે જે સજજનેના ગુણે એટલે ધર્મની પ્રવૃત્તિના પ્રકારો કરવ એટલે શ્વેત પુષ્પ અને કંદ પુષ્પોના સમૂહ તથા ચંદ્રની કાંતિને સમૂહ અને કપૅરના સમૂહ જેવા શુભ્ર એટલે દોષરૂપી મળરહિત હેવાથી તથા કીર્તિરૂપી સુગંધવાળાં હોવાથી ઉજવળ સતા મુમુક્ષુ પુરૂષોના મનમાં મલિનતાને–દેષરૂપી કાળાશને દૂર કરીને નિર્મળતાને–ગુણેથી થતા દેદીપ્યપણને વિસ્તારે છે. તે સપુરૂષે કેવા છે? તે કહે છે- જેઓએ સ્વાર્થને એટલે પિતાનાં પ્રજને ગૌણ કર્યા છે એટલે પ્રધાનપણથી દૂર કર્યા છે અર્થાત જેમણે સ્વાર્થને અમુખ્યપણે ધારણ કર્યો છે, તથા જેમના પરેપકારના વિધિઓ એટલે અન્યને ગુણ પ્રાધાન્ય ઉત્પન્ન કરાવનાર ઉપકારના વિધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રકારે મુખ્યપ્રધાન છે, એવા સત્પરૂષે મારા પર પ્રસન્ન થાઓ. પછી અત્યંત ઉચ્છંખળ એટલે મર્યાદાના બંધનથી રહિત એવા ખળ-દુર્જનની કદાચ અપ્રસન્નતા થાય તે તેથી શું? કાંઈ જ નહીં. ૪૬.
તે સત્પરૂષના પરોપકારનો પ્રકાર દેખાડે છે ग्रन्थार्थान् प्रगुणीकरोति सुकवियत्नेन तेषां प्रथामातन्वन्ति कृपाकटाक्षलहरीलावण्यतः सजनाः । माकन्ददुममञ्जरी वितनुते चित्रा मधुश्रीस्ततः सौभाग्यं प्रथयन्ति पञ्चमचमत्कारेण पुस्कोकिलाः॥४७॥
Aho! Shrutgyanam