________________
પ્રબંધ.] અનુભવાધિકાર.
૪૫૧ ટીકાથે–તથા સ્તુતિવડે એટલે અન્ય જાએ કરેલી પિતાની પ્રશંસા સાંભળીને ગર્વ કરે નહીં, તથા અજ્ઞાની મનુષ્યોએ કરેલી પિતાની નિંદા-હીલના વડે તેના પર ક્રોધ કરવો નહીં, ધર્મનો ઉપદેશ કરનાર ગુરૂઓની સેવા–પર્ધપાસના કરવી, તથા તત્વ એટલે વસ્તુનું સ્વરૂપ જાણવાની ઈચ્છા કરવી એટલે જાણવા માટે (નિરંતર) ઉદ્યમવંત થવું. ૪૧. - शौचं स्थैर्यमदंभो वैराग्यं चात्मनिग्रहः कार्यः।
दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम् ॥ ४२ ॥
મૂલાઈ–શૌચ, સ્થિરતા, અદંભ, વૈરાગ્ય અને આત્માને નિગ્રહ કર, સંસારમાં રહેલા દેશે જેવા, અને દેહાદિકનું વિરૂપપણું ચિંતવવું. ૪૨.
ટીકાર્ય–શૌચ એટલે વ્રતને વિષે પવિત્રતા, સ્થિરતા એટલે વિપત્તિને વિષે પૈઈ, અદંભ એટલે માયારહિતપણું, વૈરાગ્ય એટલે સંસારવાસથી ઉદ્વેગ તથા આત્માનો નિગ્રહ એટલે મનને જ્ય-આટલી બાબત કરવા લાયક છે તે કરવી, થતા સંસારમાં રહેલા જીવના જે દેશે એટલે તેમને પ્રાપ્ત થતા જન્મ, મરણ અને નરકપાત વિગેરે ઉપદ્ર-તેને જ્ઞાનચક્ષુવડે જેવા, તથા દેહાદિકની વિરૂપતા એટલે શરીર, ધન, યૌવન અને સ્ત્રી વિગેરેનું વિપરીતપણું ચિંતવવું, અર્થાત દેહાદિક ક્ષણવારમાં હોય તે કરતાં જુદા પ્રકારના થઈ જાય છે, એમ ધ્યાનપૂર્વક વિચારવું. ૪૨. ___ भक्तिभंगवति धार्या सेव्यो देशः सदा विविक्तश्च ।
स्थातव्यं सम्यक्त्वे विश्वास्यो न प्रमादरिपुः ॥ ४३ ॥
મૂલાઈ–ભગવાન જિનેશ્વર ઉપર ભક્તિ ધારણ કરવી, એકતા પ્રદેશનું નિરંતર સેવન કરવું, સમ્યકત્વને વિષે સ્થિર રહેવું, પ્રમાદરૂપી શત્રુને વિશ્વાસ કરે નહીં. ૪૩.
ટીકાથે–ભગવાન જિનેશ્વરને વિષે ભક્તિ એટલે પૂજા તથા બહુમાનને ધારણ કરવું–તેને હૃદયમાં સ્થાપન કરવું, તથા સર્વદા વિવિક્ત દેશનું એટલે સ્ત્રી, પશુ અને નપુંસક વિગેરેના રહિતપણુએ કરીને એકાંત એવા સ્થાનનું સેવન કરવું–તેવા સ્થાનમાં સ્થિતિ કરવી, તથા સમ્યકત્વને વિષે એટલે શુદ્ધ શ્રદ્ધાને વિષે રહેવું એટલે ઉપગ સહિત વર્તવું તથા પ્રમાદ એટલે અવશ્ય કર્તવ્યને વિષે જે
Aho ! Shrutgyanam