________________
પ્રબંધ ]
પ્રશસ્તિ.
૪૫૯
કલંક રહિતપણું એરૂપ ચંદનવડે જેમનાં શરીર લિપ્ત થયાં છે એવા, તથા શીળ-બ્રહ્મચર્યરૂપ મુકુટ કુંડળાદિક અલંકારવડે જે સારભૂતશાલીતા થયા છે, તેવા પ્રકારના ગુણવાળા, સમગ્ર પરોપકાર અને જ્ઞાનાદિક ગુણાના નિધિસમાન સત્પુરૂષોને અમે નમન કરીએ છીએ. ૫૩.
આ ગ્રંથથી સજ્જાને હર્ષ થશે, અને દુર્જનાને ત્રાસ થશે. એ વિચિત્ર અર્થથી કહે છે.—
पाथोदः पद्यबन्धैर्विपुलरसभरं वर्षति ग्रन्थकर्ता प्रेम्णां पूरैस्तु चेतःसर इह सुहृदां प्लाव्यते वेगवद्भिः । व्यन्ति स्वान्तबन्धाः पुनरसमगुणद्वेषिणां दुर्जनानां
चित्रं भावज्ञनेत्राह्मणयरसवशान्निःसरत्यश्रुनीरम् ॥ ५४ ॥ મૂલાથે—ગ્રંથકર્તારૂપી મેઘ પદ્યબંધે કરીને વિપુલ રસના સમૂહને વરસાવે છે, અને સારી પરિણતિવાળા હૃદયરૂપી સરોવરને આ મેઘ વૃષ્ટિમાં વેગવાળાં પ્રેમનાં પૂવડે પૂર્ણ કરે છે; તથા ગુણાને વિષે અત્યંત દ્વેષ કરનારા દુર્જનેાના હૃદય બંધના ત્રુટી જાય છે, અને તત્ત્વ જાણુનારના નેત્રમાંથી પ્રેમરસનાપર વશપણાને લીધે પ્રેમાશ્રુજળ નીકળે છે, એ આશ્ચર્ય છે. ૫૪.
ટીકાથે—ગ્રંથકર્તા એટલે સત્કવિરૂપી મેઘ પદ્યગંધાએ કરીને એટલે ચાર પાદવાળા લેાકેાવાળી રચનાવર્ડ અને મેઘ પક્ષમાં ધારાગતિના સમૂહપ બંધવડે વિષુળ-વિસ્તારવાળા શાંત રસાદિક જળના સમૂહને વરસાવે છે એટલે નિરંતર ધારાના પ્રવાહવડે મૂકે છે; તથા સારા મન પરિણામવાળાના મનરૂપી સરોવરને આ મેઘ વૃષ્ટિને વિષે વેગવાળા એટલે ન્યાયરૂપ પ્રવાહવાળા પ્રેમના પૂરવર્ડ-વૃદ્ધિ પામતા પ્રવાહવડે પૂર્ણ કરે છે એટલે પાળના છેવટના ભાગ સુધી જળના પ્રવાહવડે પૂર્ણ કરે છે. વળી આગળ પણ સાંભળ ઉપર પ્રમાણે થવાથી ગુણાને વિષે અસાધારણ એટલે અત્યંત ઉત્કટ દ્વેષવાળા દુજૈનાના હૃદયરૂપી કપાટના સંધિઅંધ છુટી જાય છે, અને પરમાર્થને જાણનારના નેત્ર યુગલથી પ્રેમરસના આધિનપણાને લીધે પ્રેમરૂપી અશ્રુનું જળ નીકળે છે, એ આશ્ચર્ય છે. ૫૪.
Aho! Shrutgyanam