________________
અધ્યાત્મસાર ભાષાંતર [સમહવે પુરૂષના યશને ચમત્કાર દેખાડે છે– उद्दामग्रन्थभावप्रथनभवयशः संचयः सत्कवीनां
क्षीराब्धिर्मथ्यते यः सहृदयविबुधैर्मेरुणा वर्णनेन । एतडिंडीरपिंडी भवति विधुरुचेर्मडलं विभुषस्ता
स्ताराकैलासशैलादय इह दधते वीचिविक्षोभलीलाम् ५५
મૂલાર્થિ–સત્કવિઓના ઉંચા પ્રકારના ગ્રંથના ભાવાર્થને વિસ્તારવાથી ઉત્પન્ન થયેલા યશના સમૂહરૂપ ક્ષીર સમુદ્ર વિવેકવાળા પંડિત રૂપી દેએ વર્ણનરૂપ મેરૂવડે મથન કરાય છે, તેમાંથી ઉત્પન્ન થયેલ શણુને સમૂહ એ ચંદ્રની કાંતિના મંડળ તુલ્ય છે, અને અત્યંત ઉછળેલા ઉચ્ચાર ધ્વનિરૂપ બિંદુઓ એ તારામંડળ અને કૈલાસ પર્વત વિગેરે આ ક્ષીરસાગરને વિષે તરંગની લીલાને ધારણ કરે છે. પ૫.
ટીકાર્થ–સત્કવિઓના એટલે ધર્મપ્રધાન ગ્રંથર્તાઓના ઊંચા પ્રકારના ગ્રંથોના-શાસ્ત્રના ભાવાર્થોને-સત અને પ્રસિદ્ધ કરવાથી ઉત્પન્ન થયેલ યશને સમૂહ-વૃદ્ધિપૂર કે જે ક્ષીરસાગર તુલ્ય છે, તે વિવેકવંત પંડિતરૂપી દેવેએ વર્ણન એટલે તેના ગુણના કીર્તન રૂપ મેરૂ પર્વતવડે–મંથાચળવડે મથન કરાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા આ પ્રત્યક્ષ દેખાતા ફીણના સમૂહ ચંદ્રકાંતિના સમૂહનું મંડળ એટલે સર્વથા ગોળાકાર બિંબ તરૂપ થાય છે. અને તેમાંથી અત્યંત ઉંચા ઉછળેલા બિંદુઓ એટલે ઉચ્ચારના ધ્વનિરૂપ જળ કશુંયાઓ તારામંડળ અને કૈલાસ એટલે મેરૂ પર્વતરૂપ આ પુરૂષોના યશરૂપી ક્ષીરસાગરમાં ઉંચા ઉછળતા તરંગોની લીલાને ધારણ કરે છે. પપ.
ફરીથી બીજે પ્રકારે યશના ચમત્કારને જ કહે છે – काव्यं दृष्ट्वा कवीनां हृतममृतमिति स्वःसदां पानशंकी . खेदं धत्ते तु मूर्धा मृदुतरहृदयः सजनो व्याधुतेन । ज्ञात्वा सर्वोपभोग्यं प्रसृमरमथ तत्कीर्तिपीयूषपूरं
नित्यं रक्षाविधानानियतमतितरां मोदते च स्मितेन॥५६॥
મૂલાર્થ—અત્યંત કોમળ હૃદયવાળા સજજન પુરૂષે કવિઓના કાવ્યને જોઈને “દેવેનું અમૃત આણે હરણ કર્યું” એ રીતે પાનની શંકાવાળા થઈને મસ્તક કપાવી ખેદને ધારણ કરે છે. અને તે
Aho ! Shrutgyanam