Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 480
________________ ૪૬૨ અધ્યાત્મસાર ભાષાંતર. [સપ્તમ માં-તડકામાં રાખી કાંઈક દૃઢતા ઉત્પન્ન કરીને પછી સારા ભાવાર્થ અને સુંદર પદોની રચનારૂપ ગુણાનું હરણ કરનારી બુદ્ધિરૂપી દેદીપ્યમાન-ઉંચી શિખાવાળી દાષષ્ટિએ કરીને જ્વાળાના-અગ્નિની શિખાના સમૂહવડે ભયંકર એવા દુર્જન પુરૂષાના ભાષણરૂપી અગ્નિમાં-નીંભાડામાં નાંખીને અત્યંત પાવ-દોષ વચનરૂપી મેઘીના પ્રહારને પણ સહન કરે તેવાં બનાવે છે. ૫૭. ફરીને સજ્જના ઉપર ખળપુરૂષનું ઉપકારીપણું દેખાડે છે. इक्षुद्राक्षारसौघः कविजनवचनं दुर्जनास्याग्नियंत्रा नानार्थद्रव्ययोगात्समुपचितगुणे मद्यतां याति सद्यः । सन्तः पीत्वा यदुच्चैर्दधति हृदि मुदं घूर्णयन्त्यक्षियुग्मं स्वैरं हर्षप्रकर्षादपि च विदधते नृत्यगानप्रबन्धम् ॥ ५८ ॥ મૂલાથે—કવિજનના વચનરૂપી ઈક્ષુ અને દ્રાક્ષના રસના સમૂહ દુર્જનના મુખરૂપી અગ્નિયંત્રમાંથી વિવિધ પ્રકારના અર્થરૂપી કન્યાનાં સંયેાગવડે ગુણની વૃદ્ધિ પામીને તત્કાળ મદ્યરૂપ બને છે. તે મદ્યનું પાન કરીને સત્પુરૂષો હૃદયમાં અત્યંત હર્ષ પામે છે, બન્ને નેત્રોને ભાવે છે, અને સ્વચ્છંદપણે અધિક હર્ષને લીધે નૃત્ય અને ગાયનના પ્રબંધને કરે છે. ૫૮. ટીકાથે—કવિજનના એટલે ગ્રંથકારના વચન-વાકયરૂપી ઈક્ષુ-શેરડી અને દ્રાક્ષના રસને સમૂહ દુર્જનના મુખરૂપી અગ્નિ યંત્રથી એટલે અગ્નિના તાપ યુક્ત પાત્રમાં ઉકળવાથી વિચિત્ર પ્રકારના અર્થરૂપી દ્રવ્યોના-સ્વાદિષ્ટ અને સુગંધતાદિક માદક પદાર્થોના સંયોગથી જેના રસ સૌરભ્યાદિક ગુણા વૃદ્ધિ પામ્યા છે એવા થઈને તત્કાળ મદિરાપણાને પામે છે. તે મધનું સત્પુરૂષો પાન કરીને હૃદયમાં અત્યંત આનંદ પામે છે, તથા એ નેત્રોને ઘુમાવે છે, તથા હર્ષની અત્યંતતાને લીધે સ્વેચ્છાપૂર્વક નૃત્ય અને ગાયનના પ્રબંધને–વિસ્તારને કરે છે. ૫૮. સત્પુરૂષે અમારે પણ પ્રાર્થના કરવા યોગ્ય છે, તે કહે છે.— नव्योऽस्माकं प्रबन्धोऽप्यनणुगुणभृतां सज्जनानां प्रभावात् विख्यातः स्यादितीमे हितकरणविधौ प्रार्थनीया न किं नः । निष्णाता वा स्वतस्ते रविरुचय इवांभोरुहाणां गुणानामुल्लासेऽपेक्षणीयो न खलु पररुचेः क्वापि तेषां स्वभावः ॥५९॥ Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486