Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 470
________________ અધ્યાત્મસાર ભાષાંતર. [સમઆળસ તેરૂપ શત્રુને કિંચિત પણ-સ્વલ્પ કાળ પણ વિશ્વાસ કરે નહીં. અર્થાત તેને ત્યાગ કરે. ૪૩. ध्येयात्मबोधनिष्ठा सर्वत्रैवागमः पुरस्कार्यः । .त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्त्या च ॥४४॥ મૂલાર્થ–આત્મજ્ઞાનની નિષ્ઠાનું ધ્યાન કરવું, સર્વત્ર આગમને આગળ કરવા, કુવિકલ્પને ત્યાગ કરે, વૃદ્ધજનેની અનુવૃત્તિથી રહેવું. ૪૪. ટીકાઈ–તથા આત્મબોધની નિષ્ઠા એટલે પિતાના આત્મસ્વરૂપના જ્ઞાનની પૂર્ણતા ચિંતવવી, તેમાં સ્થિતિ કરવી તથા નિશ્ચ કરીને સર્વ કાર્યોમાં આગમ એટલે સિદ્ધાન્તનું વચન આગળ કરવું એટલે મેક્ષના સમગ્ર સાધનને વિષે પ્રથમ તેનું ધ્યાન કરવું, અર્થાત્ આગમને અનુસારેજ પ્રવર્તવું, તથા કુવિકલ્પને–અશુભ મનેરને ત્યાગ કર, તથા વૃદ્ધોની અનુવૃત્તિવડે એટલે વૃદ્ધ પુરૂષની પરંપને અનુસરે રહેવું એટલે પ્રવર્તન કરવું. ૪૪. साक्षात्कार्य तत्त्वं चिद्रूपानन्दमेदुरैर्भाव्यम् ।। हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ॥ ४५ ॥ મૂલાર્થ-તત્વને સાક્ષાત્કાર કરે, તથા આત્માનંદવડે પૂર્ણ થવું. આ અનુભવવડે જાણવા લાયક પ્રકાર જ્ઞાનીઓને હિતકારી છે. ૪૫. ટકાથે–તથા તત્ત્વને એટલે આત્માદિક વસ્તુના સદ્ભાવને સાક્ષાત્કાર કરે એટલે પિતાની બુદ્ધિને પ્રત્યક્ષ કર, તથા આત્માનંદવડે એટલે આત્માના આહાદ વડે મેદુર એટલે પુષ્ટ અથવા પૂર્ણ થવું. આ શિક્ષાના અનુમથી કહેલ અને અનુભવવડે એટલે સાક્ષાત ચક્ષુ, શ્રોત્ર અને મનના જ્ઞાનવડે જાણી શકાય તે પ્રકાર એટલે આત્મસ્વરૂપને અનુરૂપ વર્તના જ્ઞાની અને એટલે યથાર્થ જ્ઞાનથી શોભતા પુરૂષોને હિતકારી છે એટલે શુભ અને ઇષ્ટ એવી સિદ્ધિને કરનાર અથવા મંગળકારક છે. ૪૫. ફલ્યગુમવાધારા / અથ સ્થિતિ પૂર્વોક્ત ગુણેને પ્રાપ્ત થયેલ અનુભવી સજજનોની સ્તુતિ કરે છે, તેથી અહીં પણ પ્રથમ સજનની સ્તુતિ કરવામાં આવે છે. – Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486