Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji
View full book text
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ સપ્તમ
મૂલાથ-સત્કવિ યલવડે ગ્રંથના અર્થોને સરલ (તૈયાર) કરે છે, પણ તેમની ખ્યાતિ તેા સજ્જના કૃપાકટાક્ષની લહેરીના લાવણ્યથી વિસ્તારે છે. જેમ સુંદર વસંત ઋતુની લક્ષ્મી આમ્રવૃક્ષની મંજરીને વિસ્તારે છે, પણ તેના સૌભાગ્યને તો કોકિલ પક્ષીઓ પંચમ સ્વરના ચમત્કારવડે ( સર્વત્ર ) પ્રસિદ્ધ કરે છે. ૪૭.
૪૫૪
ટીકાર્ચે—સારા એટલે ધર્મપ્રધાન કવિ—સૂક્ષ્મ અર્થના સંદર્ભ કરનાર પંડિત ગ્રંથ એટલે ઘણા અર્થોને જેમાં ગુંફિત' કરાય તેવા શાસ્ત્રવિશેષરૂપી અર્થોને ઘણા ઉદ્યમવડે સરળ કરે છે અને તે ગ્રંથેની ખ્યાતિને સજ્જના-સરપુરૂષા કૃપારૂપી—અન્યના અનુગ્રહની બુદ્ધિરૂપી કટાક્ષવડે—આનંદ સહિત દષ્ટિના લક્ષ્યવš ઉત્પન્ન થયેલી એધતરંગની શ્રેણીએ ઉત્પન્ન કરેલા લાવણ્યવર્ડ-પ્રેમના સુંદરપણાવડે વિસ્તારે છે. શી રીતે? કે જેમ આનંદ આપનારી વસંતલક્ષ્મી-વસંત ઋતુની ઋદ્ધિ અથવા શાભા આમ્રવૃક્ષની મંજરીને વિસ્તારે છે–ઉત્પન્ન કરે છે, પણ ત્યાર પછી કોકિલ પક્ષીએ પંચમ સ્વરના ચમત્કારે કરીનેમનોહર શબ્દે કરીને તેના સૌભાગ્યને-સર્વ લોકના પ્રિયપણાને પ્રસિદ્ધ
કરે છે. ૪૭.
દુર્જનની જીજ્હારૂપી સર્પથી રક્ષણ કરનાર સજ્જનના પ્રભાવની સ્તુતિ કરે છે.—
दोषोल्लेख विषः खलाननबिलादुत्थाय कोपाज्वलन् जिह्वाहिर्ननु कं गुणं न गुणिनां बालं क्षयं प्रापयेत् । न स्याच्चेत्प्रबलप्रभावभवनं दिव्यौषधी संनिधौ शास्त्रार्थोपनिषद्विदां शुभहृदां कारुण्यपुण्यप्रथा ॥ ४८ ॥ સૂલાથે—ો શાસ્રાર્થના ઉપનિષદ્ન જાણનારા અને શુભ હૃદયવાળા પુરૂષાની કૃપારૂપી પુણ્યની ખ્યાતિરૂપ મોટા
પ્રભાવના
સ્થાનવાળી દિવ્ય ઔષધી સમીપમાં ન હોય, તે દોષના ઉચ્ચારણરૂપ વિષવાળા અને કાપથી જાજ્વલ્યમાન થયેલા જિજ્હારૂપી સર્પ ખળ પુરૂષના મુખરૂપી મિલમાંથી નીકળીને ગુણી પુરૂષોના કયા વૃદ્ધિ પામતા ગુણુને ક્ષય ન પમાડે? સર્વ ગુણાને ક્ષય પમાડે. ૪૮.
ટીકાથે—તે ભવ્ય પ્રાણી ! ખળ પુરૂષના મુખરૂપી ખિલમાંથી એટલે રાફડામાંથી નીકળીને, ચુણાને વિષે દોષના આરોપ ઉચ્ચારવારૂપી વિષવાળા અને કાપવડે એટલે ગુણુ ઉપરના દ્વેષવડે ચાતરફથી જાજ્વલ્યમાન થતે એટલે દુષ્ટ વાણીરૂપી જ્વાળાને છોડતા જિન્હા
Aho ! Shrutgyanam

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486