Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 468
________________ ૪૫૦ અધ્યાત્મસાર ભાષાંતર. [ સક્ષમ એ બન્નેની જેમ શુદ્ધિ થાય તેમ યાગીએ મુમુક્ષુ જને સર્વદા યત્ત કરવા—ઉદ્યમમાં તત્પર થયું. ૩૮. निन्द्यो न कोऽपि लोकः पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या । पूज्या गुणगरिमाढ्या धार्यो रागो गुणलवेऽपि ॥ ३९ ॥ મૂલાથે—કોઈ પણ લેાકની નિંદા કરવી નહીં, પાપીને વિષે પણ ભવસ્થિતિનું ચિંતવન કરવું, ચુણેાના ગૌરવવš પૂર્ણ એવા જાની પૂજા કરવી, ગુણના લેશને વિષે પણ રાગ ધારણ કરવા. ૩૯. ટીકાર્યં—તથા યાગીએ કોઈ પણ ધર્મબુદ્ધિથી રહિત એવા દુ:ખી જનાની નિંદા કરવી નહીં, તથા પાપકાર્ય કરવાની રૂચિવાળાને જોઈને પણ ભવસ્થિતિ એટલે સદાવિપર્યાસવાળી સંસારની વ્યવસ્થાના વિચાર કરવા. ( તેની ભસ્થિતિ દીર્ઘ જાણી તેનાપર દ્વેષ ન કરવા. ) તથા જ્ઞાનાદિક ગુણાએ કરીને જે ગરિયું, તેણે કરીને પૂર્ણ એવા જનાની પૂજા કરવી એટલે યથાયોગ્ય પુષ્પ, ચંદન, આહાર અને વસ્ત્ર વિગેરેવડે તેમના સત્કાર કરવા. તથા ગુણના લેશથી પણ ચુક્ત એવા પ્રાણીપર પ્રેમ ધારણ કરવા. ૩. ग्राह्यं हितमपि बालादालापैर्दुर्जनस्य न द्वेष्यम् । त्यक्तव्या च पराशा पाशा इव संगमा ज्ञेयाः ॥ ४० ॥ મૂલાથેમાળક પાસેથી પણ હિત વચનને ગ્રહણ કરવું, દુર્જનના પ્રલાપ સાંભળી દ્વેષભાવ ન કરવા, પારકી આશાના ત્યાગ કરવા, સર્વ સંયોગા પાશની જેવા જાણવા. ૪૦, ટીકાર્ય—બાળકના મુખમાંથી પણ નીકળેલું હિતવચન હાય તો તે ગ્રહણ કરવું. તથા દુર્જન એટલે ખળ પુરૂષના નિંદા વચન સાંભળી તેનાપર દ્વેષભાવ ન કરવા. તથા પરની એટલે આત્માથકી ભિન્ન એવા પુદ્દગળાદિકના સુખની આશાના-સ્પૃહાના ત્યાગ કરવા. તથા ( સાંસારિક—પૌદ્ગળિક ) સર્વ સંયોગો પાશની જેવા એટલે અંધનની જેવા ( બંધનરૂપ ) જાણવા. ૪૦. स्तुत्या स्मयो न कार्यः कोपोऽपि च निन्दया जनैः कृतया । सेव्या धर्माचार्यास्तत्त्वं जिज्ञासनीयं च ॥ ४१ ॥ મૂલાથે—ખીજા માણસોએ કરેલી સ્તુતિવડે ગર્વ ન કરવા, અને તેમની કરેલી નિંદાવડે કાપ પણ ન કરવા, ધર્માચાર્યનું સેવન કરવું, તત્ત્વને જાણવાની ઈચ્છા કરવી. ૪૧. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486