________________
પ્રબંધ.] અનુભવાધિકાર.
૪૪૧ હવે ત્રણ લે કેવડે તેનું ફળ કહે છે – .
आलंज्यैकपदार्थ यदा न किञ्चिद्विचिन्तयेदन्यत्। अनुपनतेन्धनवह्निवदुपशान्तं स्यात्तदा चेतः ॥ १७ ॥
મૂલાળું–જ્યારે મને એક પદાર્થને આશ્રય કરીને તે વિના બીજું કાંઈ પણ ચિંતવે નહીં, ત્યારે જેને ઈંધન પ્રાપ્ત થયાં નથી એવા અગ્નિની જેમ તે મન (પરિણામે ) શાંત થાય છે. ૧૭.
ટીકાર્ય–જ્યારે એટલે જે દશાને વિષે એક અદ્વિતીય પદાર્થને એટલે દ્રવ્યરૂપ અથવા પર્યાયરૂપ એક ભાવનું આલંબન કરીને એટલે તેને ધેયપણે ગ્રહણ કરીને પછી કાંઈ પણ બીજું એટલે તેથી ભિન્ન દ્રવ્ય કે પર્યાયનું ચિંતવન મન કરે નહીં, ત્યારે એટલે તે અવસ્થામાં જેને કાણનો સમૂહ પ્રાપ્ત થયો નથી એવા અગ્નિની જેમ મન શાંત થઈ જાય છે અર્થાત્ શમ અને નિર્વેદના (માં) સ્થાયીપણુને પામે છે. ૧૭.
शोकमदमदनमत्सरकलहकदाग्रहविषादवैराणि । क्षीयन्ते शान्तहृदामनुभव एवात्र साक्षी नः॥१८॥
મલાર્થ-શાંત હૃદયવાળાના શોક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર એ સર્વે ક્ષીણ થાય છે. આ બાબતમાં અમારે અનુભવ જ સાક્ષીરૂપ છે. ૧૮. - ટીકર્થશાંત હૃદયવાળાના-શમ યુક્ત ચિત્તવાળાના શોક એટલે ઈષ્ટ વિયેગાદિકવડે ઉત્પન્ન થયેલે ચિત્તને ઉદ્વેગ અથવા પશ્ચાત્તાપ, જાત્યાદિક આઠ પ્રકારના મદ, કામવિકાર, મત્સર–પરના ગુણેનું અસહન (ઈર્ષા), કલહ-વાયુદ્ધ, કદાગ્રહ-અસદુ આગ્રહ, વિષાદ-કાર્ય કરવાની અશક્તિ અને વૈર તે વિરોધ, એ સર્વે ક્ષય પામે છે. આ વિષે એટલે શાંત મનવાળાના શેકાદિકને નાશ થવાના વિષયમાં અમારે અનુભવ જ એટલે પ્રગટ થયેલી ગુણસંપત્તિનું સાક્ષાત દર્શન કરનારી અમારી બુદ્ધિ જ સાક્ષીભૂત છે એટલે તેને સાક્ષાત જેનાર છે. ૧૮.
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या मोहध्वान्तं विलयमेति ॥ १९ ॥ મૂલાર્થ–મન શાંત થયે સતે આત્માની સ્વાભાવિક અને શાંત જ્યોતિ પ્રકાશે છે, અવિદ્યા ભસ્મીભૂત થાય છે, અને મેહરૂપી અંધકારને લય થાય છે. ૧૯.
૫૬
Aho ! Shrutgyanam