________________
પ્રબંધ ]
અનુભવાધિકાર. .
૪૩૯
કરવાથી અતિચાર સહિત થયેલું હાય તા પણ તે અભ્યાસ દશામાં ગાંકુશના દૃષ્ટાંતવડે કૃષિત છે. ૧૨.
ટીકાથૅશાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનમાં-ક્રિયામાં રહેલું એટલે આગમાક્ત ક્રિયાને પામેલું અને ગમન તથા આગમન ( જાવ-આવ ) કરતું હાવાથી અતિચારવાળું-દેષવાળું થયેલું મન પણુ અભ્યાસ દશામાં એટલે યેાગાભ્યાસની પ્રથમ અવસ્થામાં ગજાંકુશના ન્યાયથી એટલે જેમ હાથી અંકુશવડે-અંકુશના પ્રહારવડે સારા માર્ગે જનારો તથા સુંદર ગતિવાળા થઇ શકે છે, તે દૃષ્ટાંતવડે અનૂષિત છે. કારણ કે શિક્ષાના યાગથી તે માર્ગાનુસારીના પરિણામવાળું કરી શકાય છે. ૧૨.
ज्ञानविचाराभिमुखं यथा यथा भवति किमपि सानन्दम् । अर्थैः प्रलोभ्य बाह्यैरनुगृह्णीयात्तथा चेतः ॥ १३ ॥ મૂલાધે—જેમ જેમ ચિત્ત કાંઇક ( ધર્મકાર્યમાં ) આનંદ યુક્ત અને જ્ઞાન તથા વિચારની સન્મુખ થતું જાય, તેમ તેમ ખાદ્ય પદાૉવડે તેને લાભ પમાડીને વશ કરવું. ૧૩.
ટીકાથે—જે જે પ્રકારે મન ધર્મકાર્યમાં હર્ષયુક્ત-અતિ પ્રસન્ન અને કાંઇક જ્ઞાન તથા વિચારની સન્મુખ થતું જાય, તે તે પ્રકારે બાહ્ય એટલે આત્માથી ભિન્ન વક્ષ્યમાણુ ( કહેવાશે એવા ) શુભ આલંબનભૂત પદાર્થોવડે તેને લેાભ પમાડીને એટલે તેમાં પ્રેમ ઉત્પન્ન કરાવીને તેને વશ કરવું. ૧૩.
પૂર્વે ( ઉપર ) સૂચન કરેલા પદાર્થાંને કહે છે.-अभिरूपजिनप्रतिमां विशिष्टपदवर्णवाक्यरचनां च । पुरुषविशेषादिकमप्यत एवालंबनं ब्रुवते ॥ १४ ॥ ભૂલાથે...એ જ કારણથી સુંદર જિનપ્રતિમાને, વિશિષ્ટ પ્રકારના પદ, વર્ણ અને વાકયની રચનાને તથા વિશેષ પ્રકારના પુરૂષ વિગેરેને પણ આલૈમનભૂત કહેલા છે. ૧૪.
ટીકાથે—એ જ કારણથી એટલે જીવને આનંદ ઉત્પન્ન કરનાર હાવાથી પ્રશસ્ત લક્ષણવાળી-મનહર આકૃતિવાળી જિનપ્રતિમાને એટલે તીર્થંકરના બિમને, તથા વિશિષ્ટ પ્રકારની એટલે શુભને સૂચન કરનારી માંગળિક લાલિત્યવાળી પદાથી એટલે આગમમાં કહેલા આત્મા, ચેતન, જીવ વિગેરે પદાની, વર્ણોની એટલે ગંભીર અર્થને કહેનારા પ્રણવાદિક અક્ષરાની, અને “ જગના ગુરૂ જિનેશ્વર જયવંત
Aho! Shrutgyanam