________________
૪૩૮
અધ્યાત્મસાર ભાષાંતર.
વિક્ષિપ્તને વિષે વિશેષ કહે છે.योगारंभस्तु भवेद्विक्षिप्ते मनसि जातु सानन्दे ।
क्षिप्ते मूढे चास्मिन् व्युत्थानं भवति नियमेन ॥ १० ॥
ત
ભૂલાથે—કદાચ વિક્ષિપ્ત મન આનંદવાળું થયું હોય તે તેમાં યોગના આરંભ થઈ શકે છે, પણ આ મન ક્ષિપ્ત અને મૂઢ હાય તે અવશ્ય વ્યુત્થાન જ થાય છે. ૧૦.
[ સપ્તમ
ટીકાથે અહીં તુ શબ્દસંભાવનાના અર્થમાં છે. કદાચિત વિક્ષિપ્ત એટલે રાગી અને વિરાગી એવા પ્રકારનું ત્રીજી અવસ્થાવાળું મન આનંદવાળું એટલે ધર્મના પ્રેમવાળું થયું હેાય તે તે મનમાં યોગના એટલે સમાધિની પ્રાપ્તિના ઉપયોગના પ્રારંભ થઈ શકે છે-સંભવિત છે. પણ આ મન જે ક્ષિસ એટલે રાગવડે ગ્રસ્ત તથા મૂઢ એટલે ક્રોધાદિકથી યુક્ત હોય તેા અવશ્ય વ્યુત્થાન એટલે તેમાંથી રાગાદિક સંસ્કારોના ઉદ્ભવ જ થાય છે, તેથી એ બે પ્રકાર તેા અવય યુવા ચાગ્ય જ છે. ૧૦.
ફરીને પણ વિક્ષિપ્ત મન યોગનું સાધક છે, એ વાત છે શ્લોકાવડે કહે છે.-~~
विषयकषायनिवृत्तं योगेषु च संचरिष्णु विविधेषु । गृहखेलद्वालोपममपि चलमिष्टं मनोऽभ्यासे ॥ ११ ॥ મૂલાથે—વિષયો અને કષાયોથી નિવૃત્ત થયેલું, વિવિધ પ્રકારના ચોગાને વિષે ગમન કરનારૂં અને ગૃહના આંગણામાં ક્રીડા કરતા ખાળકુની જેવું મન ચપળ હોય તેા પણ અભ્યાસ દશામાં તે ઇષ્ટ છે. ૧૧.
ટીકાથે—શબ્દાદિક વિષયેા અને ક્રોધાદિક કષાયેથી નિવૃત્ત એટલે વિમુખ થયેલું તથા વિવિધ પ્રકારના યોગાને વિષે એટલે સેક્ષના ઉપાયેાને વિષે ગમન કરનારૂં અને ગૃહના આંગણામાં ક્રીડા કરતા બાળકની જેવું એટલે ભદ્ર પરિણામને લીધે અંતર્મુખવાળું એવું મન એટલે અંતઃકરણુ ચપળતાવાળું હેાય તે પણ તે અભ્યાસને વિષે એટલે વારંવાર ઉપાયોનું પરિશીલન કરતી વખતે ઇષ્ટ છે, એટલે સાધન તરીકે માનેલું છે. ૧૧.
वचनानुष्ठानगतं यातायातं च सातिचारमपि । चेतोऽभ्यासदशायां गजांकुशन्यायतोऽदुष्टम् ॥ १२ ॥ ભૂલાથૅશાસ્ત્રના અનુષ્ઠાનમાં રહેલું મન જોકે ગમન આગમન
Aho! Shrutgyanam