Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 465
________________ અનુભવાધિકાર. પ્રબંધ ] ફરીને કહે છેઃ विधिकथनं विधिरागो विधिमार्गे स्थापनं विधीच्छूनाम् । અવિધિનિષેષશ્રૃતિ પ્રવચનમત્તિઃ પ્રસિદ્ધા નઃ ॥ ૨૨ ॥ મૂલાથે—વિધિનું કહેવું, વિધિપરની પ્રીતિ, વિધિની ઇચ્છા રાખનાર પુરૂષોને વિધિમાર્ગમાં પ્રવર્તાવવા, તથા અવિધિના નિષેધ કરવા એ વિગેરે અમારી જિનપ્રવચન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે. ૩૨. ૪૪૭ ટીકાર્ચ-ધર્મની વિધિના ઉપદેશ, ધર્મવિધિપર પ્રીતિ, શાસ્ત્રોક્ત વિધાન કરવાને ઈચ્છતા પુરૂષોને વિધિમાર્ગમાં સ્થાપન કરવા, તથા અવિધિ એટલે વિધિના પ્રતિપક્ષરૂપ અવિધિના અર્થાત્ ધર્મક્રિયાના જે વિપર્યાસ તેના નિષેધ-નિવારણુ કરવું, એ વિગેરે અમારી જિનશાસન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે એટલે અપ્રગટ છતાં પણ પ્રગટ જ છે. ૩૨. એ ભક્તિ પણ શી રીતે ? તે કહે છે.— अध्यात्मभावनोज्ज्वलचेतोवृत्तोचितं हि नः कृत्यम् । पूर्णक्रियाभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ॥ ३३ ॥ અધ્યાત્મની ભાવનાવડે ઉજ્જ્વળ ચિત્તની વૃત્તિને યોગ્ય એવું અમારૂં કર્તવ્ય છે, તથા અમાને પૂર્ણ ક્રિયા કરવાના અભિલાષ છે. આ એ બાબા આત્માની શુદ્ધિ કરનાર છે. ૩૩. મૂલા ટીકાર્થ—કારણકે અધ્યાત્મની ભાવનાવડે એટલે પર્યાલાચનાવડે નિર્મળ ચિત્તની વૃત્તિને ઉચિત એટલે ચાગ્યતાપૂર્વક કરવાલાયક એવું અમારૂં કર્તવ્ય છે, તથા સમગ્ર ક્રિયાવિધિને સત્ય કરવાની ઇચ્છા છે. આ બે એટલે શકય ક્રિયાનું કરવું તથા સંપૂર્ણ ક્રિયા કરવાની ઇચ્છા એ એ અમારા આત્માની શુદ્ધિ કરનાર—શુદ્ધિમાં કારણરૂપ છે. ૩૩. તે પણ શી રીતે? તે કહે છે.— द्वयमिह शुभानुबन्धः शक्यारंभश्च शुद्धपक्षश्च । अहित विपर्ययः पुनरित्यनुभवसंगतः पन्थाः ॥ ३४ ॥ ભૂલાઈ—શય ક્રિયાનો આરંભ અને શુદ્ધ પક્ષ એ બે અહીં શુભાનુબંધરૂપ છે, અને તેથી બીજો માર્ગ અહિતકારક છે, એ પ્રમાણે આ અમારો અનુભવસિદ્ધ માર્ગ છે. ૩૪. ટીકાથે—આ જિનશાસનને વિષે, યોગમાર્ગને વિષે, સંસારને વિષે પણ એ વાના કે જે હમણાં કહેવામાં આવશે તે શુભાનુબંધ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486