________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ સપ્તમવર્તે છે” ઇત્યાદિ પદસમુદાયરૂપ વાકની રચનાને એટલે વસ્તુસ્વરૂપને પ્રગટ કરનાર અને જિનેશ્વરના ગુણેને આલાપ કરનાર સત્કવિની કાવ્યકૃતિને, તથા ગણધરાદિક સુસાધુ વિગેરે પુરૂષવિશેપાદિકને તેમજ પિ શબ્દ હોવાથી શાસ્ત્રના પાઠ વિગેરેને પણ આલંબનભૂત કહ્યા છે, એટલે ચિત્તના નિગ્રહ માટે શુભ આશ્રયરૂપ કહેલાં છે. ૧૪.
હેતુના આલંબનની ગવેષણ શા માટે કરવી પડે છે? એવી આશંકા પર કહે છે –
आलंबनैः प्रशस्तैः प्रायो भावः प्रशस्त एव यतः।
इति सालंबनयोगी मनः शुभालंबनं दध्यात् ॥ १५॥ . ' મૂલાઈ–જેથી કરીને પ્રશસ્ત આલંબને વડે પ્રાયે કરીને પ્રશસ્ત ભાવજ થાય છે, તેથી કરીને આલંબનના ખપવાળા રેગીએ મનને શુભ આલંબનવાળું કરવું. ૧૫.
ટકાર્ય–જેથી કરીને શુભ આલંબાએ કરીને એટલે આશ્રય કરવા લાયક પદાર્થોએ કરીને પ્રાયે પ્રશસ્ત એટલે શ્રેયકારક જ પરિણામ આવે છે, તેથી કરીને આલંબનની જરૂરીઆતવાળા ગીએમુનિએ શુભ આલંબનવાળું એટલે ઉપર કહેલા પ્રશસ્ત આલેબનવાળું મન કરવું. ૧૫.
શુભ આલંબનવાળું મન થયે છતે જે કરવાનું છે, તે કહે છે – सालंबनं क्षणमपि क्षणमपि कुयोन्मनो निरालंबम् । इत्यनुभवपरिपाकादाकालं स्यान्निरालंबम् ॥ १६ ॥
મૂલાર્થ–મનને ક્ષણવાર આલંબનવાળું કરવું, અને ક્ષણવાર આલંબન રહિત કરવું. એમ કરતાં કરતાં અનુભવને પરિપાક થવાથી મન જીદગીપર્યત આલંબનરહિત થાય છે. ૧૬.
ટકાથે ક્ષણવાર મનને આલંબનવાળું એટલે શુભ આશ્રય યુક્ત કરવું તથા ક્ષણવાર આલંબન રહિત એટલે બાહ્ય વિષયોને ત્યાગ કરીને આત્માને વિષેજ વ્યાપ્ત થયેલું કરવું. આ પ્રકારે ટેવ પાડતાં અનુભવને પરિપાક થવાથી એટલે પ્રત્યક્ષની જેવું આત્મજ્ઞાન થવું તે અનુભવ અને તેના અત્યંત રસાળપણુએ કરીને તેમાં નિઃશંક થવું તે તેને પરિપાકનૃતદ્રુપ અનુભવ પરિપાક થવાથી જીવન પર્યત મન નિરાલંબન એટલે બાહ્ય આશ્રય રહિત થાય છે. ૧૬.
Aho ! Shrutgyanam