Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 447
________________ પ્રબંધ, ] આાત્મજ્ઞાનાધિકાર. . ૪૨૯ પ્રત્યે એટલે વસ્તુ વસ્તુ પ્રત્યે એક જાતિથી ખીજી જાતિને વિષે એટલે બીજા ધર્મને વિષે જે પદાર્થની વર્તના છે, તેથી યથાર્થ સ્વભાવે કરીને સામાન્ય તે અવ્યક્ત સત્તારૂપ વસ્તુ તથા વિશેષ તે વ્યક્ત સત્તા-તેના તાત્પર્યંને-અભિપ્રાયને જ શોધે છે, અર્થાત્ સામાન્યના જ વિશેષષ હાય છે એમ સ્પષ્ટ બતાવેલું છે. ૨૦૬. સ્યાદ્વાદના સ્વરૂપની સ્તુતિ કરે છે.— यत्रानर्पितमादधाति गुणतां मुख्यं तु वस्त्वर्पितं तात्पर्यानवलंबनेन तु भवेद्बोधः स्फुटं लौकिकः । संपूर्ण त्ववभासते कृतधियां कृत्स्नाद्विवक्षाक्रमातां लोकोत्तरभंग पद्धतिमयीं स्याद्वादमुद्रां स्तुमः ॥२०७॥ મૂલાથે—જેન વિષે અર્પિત વસ્તુ ગૌણપણાને પામે છે, અને અર્પિત વસ્તુ મુખ્યતાને પામે છે, તથા તાત્પર્યનું અવલંબન કર્યાં વિના જ લૌકિક જ્ઞાન ફ્રુટ થાય છે, અને કુશલ મુદ્ધિવાળા પુરૂષાને સમગ્ર વિવક્ષાના ક્રમથી સંપૂર્ણ વસ્તુ ભાસે છે, તે અલૌકિક રચનાની પદ્ધતિવાળી સ્યાદ્વાદ મુદ્રાની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૦૭, ટીકાથે—તે એટલે હમણાં કહેવાશે એવી લેાકેાત્તર એટલે સર્વેમાં પ્રધાન એવી સપ્તભંગી વિગેરેની રચનાની પદ્ધતિમય એટલે તેની શ્રેણીઓ અથવા માર્ગમય સ્યાદ્વાદ મુદ્રાને એટલે અનેકાંત વાદની શૈલીને અમે સ્તુતિવિષય કરીએ છીએ. તે સ્યાદ્વાદ મુદ્રા કેવી છે? તે કહે છે.—કે જે સ્યાદ્વાદ મુદ્રાને વિષે અર્પિત એટલે કોઈક પ્રકારે કહેવાને નહીં ઈચ્છેલી વસ્તુ ગૌણુ-અમુખ્યપણાને પામે છે; અને અર્પિત એટલે કોઈક પ્રકારે કહેવાને ઈચ્છેલી વસ્તુ મુખ્યપણાને-પ્રધાનપણાને પામે છે; તથા તાત્પર્ય એટલે વાસ્તવિક સ્વરૂપનું અવલંબન-આશ્રય કર્યા વિના જ લૌકિક જ્ઞાન એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વિગેરે રૂપ લેાકમાં વર્તતા વ્યવહાર સ્ફુટ એટલે સ્પષ્ટ થાય છે. જેમ કે “આ મારા પિતા છે, આ મારી માતા છે વિગેરે.” તથા કુશળ બુદ્ધિવાળા પુરૂષોને સમગ્ર વિશ્વક્ષાના ક્રમથી એટલે કહેવાને ઇચ્છેલા અનુક્રમથી પરિપૂર્ણ વસ્તુ ભાસે છે એટલે પ્રકાશે છે. ૨૦૭. જિનાગમ પેાતાના વ્યાક્ષેપને દૂર કરનાર છે, તથા મંદ બુદ્ધિવાળાને વ્યામેાહુ અને આશ્ચર્ય કરનાર છે, એ ગુણવડે તેની સ્તુતિ કરે છે. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486