________________
૪૩૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[સમ
| 3થ સપ્તમ અવસ્થા
છો પ્રબંધ કહ્યો. હવે સાતમો કહે છે. આ સાતમા પ્રબંધને છટ્ઠા પ્રબંધ સાથે આ પ્રમાણે સંબંધ છે–પૂર્વ પ્રબંધમાં આત્માને નિશ્ચય કહો. તે નિશ્ચયવાળાને તેને અનુભવ થાય છે. તેથી આ પ્રબંધમાં અનુભવ કહે છે. આ સંબંધવડે આવેલા આ પ્રબંધને પ્રથમ લેક કહે છે –
शास्त्रोपदर्शितदिशा गलितासगृहकषायकलुषाणाम् ।
प्रियमनुभवैकवेद्यं रहस्यमाविर्भवति किमपि ॥१॥ - મૂલાઈ–શા દેખાડેલી દિશાવડે જેને અસટ્ટહ, કષાય અને કલુષતા નાશ પામ્યા છે એવા પુરૂષને અનુભવવડે જ જાણવાલાયક કાંઈક ઈષ્ટ રહસ્ય પ્રગટ થાય છે. ૧,
ટીકાથે જિનાગને પ્રકાશ કરેલી દિશાવડે એટલે પ્રવૃત્તિના વિધિરૂપ માર્ગવડે નાશ પામેલ છે કદાગ્રહ અને ક્રોધાદિ કષાયે જેના, તેથી નિર્મળ એવા હૃદયને ધારણ કરનારા પુરૂષને એક અનુભવથી જ જાણવા લાયક એટલે ભ્રાંતિરહિત યથાર્થ વસ્તસ્વરૂપને ગ્રહણ કરનાર પ્રમાણુથી ઉત્પન્ન થયેલ જ્ઞાનવડે જ માત્ર જાણવા લાયક અને પ્રિય એવું કાંઇક અલૌકિક-નવીન રહસ્ય–મેહવાળા મનુષ્યોથી પવવા લાયક પરમાર્થ પ્રગટ થાય છે. ૧. તે રહસ્ય કર્યું? તે કહે છે – प्रथमाभ्यासविलासादाविर्भूयैव यत्क्षणाल्लीनम् ।
चश्चत्तरुणीविभ्रमसममुत्तरलं मनः कुरुते ॥२॥
મલાઈ—જે રહસ્ય પ્રથમ અભ્યાસના વિલાસથી પ્રગટ થઈને ક્ષણવારમાં તલ્લીન થયેલા મનને યુવતી સ્ત્રીના મનહર વિલાસની જેવું અત્યંત આતુરતાવાળું કરે છે. ૨.
કાર્ય–જે ગીજનને પ્રિય એવું રહસ્ય પ્રથમ અભ્યાસને વિલાસથી એટલે પ્રથમ-આરંભ વખતને જે અભ્યાસ એટલે અધ્યાત્મપણાનું વારંવાર સેવન, તેના વિલાસથી એટલે ક્રીડાપ્રકારથી પ્રગટ થઈને અ૫ કાળમાં જ તલ્લીન થયેલા મનને વિલાસ પામતા એટલે કામુક પુરૂષના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારા યુવાવસ્થાથી મનહર એવી સ્ત્રીના વિભ્રમ જેવું–શુંગાર તથા અંગની ચેષ્ટાના સુંદર
Aho! Shrutgyanam