Book Title: Adhyatma Sara Bhashantar
Author(s): Gambhirvijay
Publisher: Narottamdas Bhanji

View full book text
Previous | Next

Page 449
________________ પ્રબંધ.] આગમસ્તુતિ અધિકાર.. મૂલાર્થ–સર્વ વચનને પ્રાપ્ત થયેલા અભિપ્રાયનાં મૂળભૂત આ જિનેશ્વરનું શાસન પ્રસિદ્ધ છે. તે જિનાગમથી જ ઉત્પન્ન થયેલા નયના મતે વડે તેનું જ જે ખંડન કરવું, તે તે પોતાના આશ્રયરૂપ શાખાને છેદવા ઉદ્યમવંત થયેલા માણસની જેમ પાપમળથી આચ્છાદિત થયેલા તકર્થીઓની તુચ્છ કુશળતા કટુ (અનિષ્ટ) રૂપને માટે છે. ૨૦૯. - ટીકાર્થ–સર્વ શાસ્ત્રોને પ્રાપ્ત થયેલા અભિપ્રાયનું મૂળ એટલે તેના જન્મસ્થાનરૂપ જિનેશ્વરનું આગમ-સિદ્ધાંત પ્રસિદ્ધ છે, કારણ કે સર્વ શાસ્ત્રો સાથી જ ઉત્પન્ન થયેલાં છે. તે જિનાગમથકી જ ઉત્પન્ન થયેલા નયના વાદાએ કરીને તે જિનાગમનું જ શ્રેષથી જે ખંડન કરે છે એટલે વાદી લોકે તેને જે ઉચ્છેદ કરે છે, તે જિનાગમનું ખંડન પાપમળે કરીને આચ્છાદિત થયેલા તર્કથીઓની એટલે ન્યાયના પાંડિત્યને ઈચ્છનારાઓની તુચ્છ કુશળતા તેઓને કટું ફળને માટે એટલે ઉત્તર કાળમાં દુષ્ટ વિપાકરૂપ, ફળને માટે થાય છે. જેમ પોતાના આધારરૂપ શાખાને છેદવા તત્પર થયેલાને અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે તેમ. ૨૯. " - જિનાગમને જાણનાર પુરૂષ અન્યત્ર પ્રીતિને પામતા નથી, તે . त्यक्तोन्मादविभज्यवादरचनामाकर्ण्य कर्णामृतं ... सिद्धान्तार्थरहस्यविक लभतामन्यत्र शास्त्रे रतिम् । यस्यां सर्वनया विशन्ति न पुनव्र्यस्तेषु तेष्वेव या . मालायां मणयो लुठन्ति न पुनर्व्यस्तेषु मालापि सा॥२१०॥ મૂલાઈ-ત્યાગ કરેલા ઉન્માદવડે વિભાગ કરવાને ગ્ય એવી વાદ ૨ચનારૂપ કર્ણામૃતને સાંભળીને સિદ્ધાન્તના અર્થના રહસ્યને જાણનાર પુરૂષ બીજા કયા શાસ્ત્રમાં પ્રીતિ પામે? કે જે રચનામાં સર્વ નયને પ્રવેશ છે, પણ ભિન્ન ભિન્ન એવા તે તેને વિષે તે રચના નથી. કેમકે માળામાં મણિઓ હોય છે, પણ પૃથફ પૃથક્ એવા મણિએમાં તે માળા હેતી નથી. ૨૧૦. , ટીકાળું–ત્યાગ કરેલા ઉન્માદવડે એટલે મતિભ્રંશ અથવા ચિત્તના વિભ્રમવડે વિભાગ કરવા યોગ્ય એટલે સામાન્ય ધર્મથકી બીજા ધર્મને પુરસ્કાર કરવા યોગ્ય વાદ રચના એટલે વસ્તુને પ્રતિપાદન કરનાર વાણી તેના વિન્યાસરૂપ કર્ણામૃતને એટલે શ્રવણને Ahé ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486