________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ 18-
ટીકાથે—દરેક મતમાં જ્ઞાનના લેશવડે જેના અનુક્રમ રચેલા છે એવી હજારો વાર્તા–વૃત્તાંતા છે, તાપણુ જિનેશ્વરના સિદ્ધાન્તને વિષે અત્યંત લીન~મગ્ન થયેલું અમારૂં મન તે મતાની વાર્તાઓ તરફ જતું નથી. અહીં દૃષ્ટાંત કહે છે.—વસંત ઋતુમાં પુષ્પાના સમૂહવડે ઉજ્જ્વળ એવી લતાની શ્રેણી દરેક દિશામાં કેટલી કેટલી નથી પ્રસરતી એટલે પુષ્પની સમૃદ્ધિવાળી નથી હોતી ? અર્થાત્ સર્વ લતાઆ પુષ્પાની સમૃદ્ધિવાળી હેાય છે, તે પણું આમ્રવૃક્ષની મંજરીમાં આસક્ત થયેલા કાફિલ (કાયલ) પક્ષી તે લતાઓ પર પ્રીતિ કરતા નથી, તે તે આમ્રવૃક્ષની મંજરીના ઉપભાગજ કરે છે—તેમાંજ આસક્ત
થાય છે. ૨૦૫.
સામાન્ય અને વિશેષ એ બન્ને પ્રકારની વસ્તુને પ્રતિપાદન કરનાર જિનાગમને વિષે શંકાએ કરેલી પીડા હાતી નથી, તે કહે છે.
शब्दो वा मतिरर्थ एव वसु वा जातिः क्रिया वा गुणः शब्दार्थः किमिति स्थिता प्रतिमतं संदेहशंकुव्यथा । जैनेन्द्रे तु मते न सा प्रतिपदं जात्यन्तरार्थस्थितेः
સામાન્ય = વિશેષમેવ ચ યથા તાયેમન્વિતિારા ભૂલાય—શું આ આત્મા શબ્દરૂપ છે? બુદ્ધિરૂપ છે? અર્થરૂપ છે ? દ્રવ્યરૂપ છે? જાતિરૂપ છે? ક્રિયારૂપ છે? ગુણરૂપ છે? કે શબ્દાર્થરૂપ છે? આ પ્રમાણે દરેક મતમાં સંદેહરૂપી શલ્યની વ્યથાઆ રહેલી છે. પરંતુ જિતેંદ્રના મતમાં તા દરેક પદે જાત્યંતરના અર્થ હાવાથી તે સંદેહની વ્યથા છે જ નહીં, કારણ કે સામાન્ય અને વિશેષ જ યથાર્થ તાત્પર્યંને શેાધે છે. ૨૦૬.
ટીકાથે—અહીં જ તથા વા શબ્દના દરેક પદની સાથે સંબંધ લેવાના છે. તેથી કરીને શું આ આત્મા શબ્દરૂપ નિરૂપ છે? અથવા શું બુદ્ધિરૂપ છે? અથવા શું અર્થ એટલે ઉત્પન્ન થયેલા પરિણામ માત્રરૂપ કે પરમાણ્વાદિપ છે? અથવા શું દ્રવ્યમાત્ર છે? અથવા શું જાતિ-ચૈતન્ય માત્ર જ છે? અથવા શું ક્રિયામાત્ર એટલે ઉત્પાદ વ્યયરૂપ છે? અથવા શું જ્ઞાનાદિક ગુણરૂપ છે? તેને શબ્દાર્થ કેવા છે? આ પ્રમાણે દરેક દર્શનમાં સંશયરૂપી શંકુ એટલે ખીલે અર્થાત્ હૃદયમાં રહેલા શલ્યે કરેલી પીડા રહેલી છે; પરંતુ જિતેંદ્રના સિદ્ધાન્તને વિષે તે તે સંદેહની વ્યથા છે જ નહીં, કારણ કે તેમાં તે પદ પદ
Aho! Shrutgyanam