________________
પ્રબંધ ]
આગમસ્તુતિ અધિકાર.
૪૩
રૂપ ઉપવનની ભૂમિ અતિશય સુગંધને વસે છે—મૂકે છે અર્થાત્
આપે છે. ૧૯૮.
જિનાગમનું ઉન્નતપણું હાવાથી મેરૂ પર્વતની ઉપમાવર્ડ તેની સ્તુતિ કરે છે.—
चित्रोत्सर्गशुभापवादरचनासानुश्रियालङ्कृतः
श्रद्धानन्दनचन्दनद्रुमनिभप्रज्ञोल्लसत्सौरभः । भ्राम्यद्भिः परदर्शनग्रहगणैरासेव्यमानः सदा
तर्कस्वर्णशिलोच्छ्रितो विजयते जैनागमो मन्दरः ॥ १९९ ॥ મૂલાથે—નાના પ્રકારના ઉત્સર્ગ અને શુભ અપવાદની રચનારૂપી શિખરોની શોભાવડે જે અલંકૃત છે, શ્રદ્ધારૂપી નંદનવનમાં રહેલા ચંદનવૃક્ષા સદેશ બુદ્ધિથકી જેમાં સુગંધ પ્રસરેલી છે, પરિભ્રમણુ કરતાં અન્ય દશૅનારૂપી ગ્રહના સમૂહવડે નિરંતર જે સેવા છે અને તરૂપી સુવર્ણની શિલાઆવડે જે અતિ ઉન્નત છે એવા જિનાગમરૂપી મેરૂ પર્યંત વિજ્યવંત વર્તે છે. ૧૯૯,
ટીકાથે—નાના પ્રકારના ઉત્સર્ગો એટલે સામાન્ય સનાતન ધર્મના વ્યવહારો તથા શુભ એટલે નિર્દોષ અપવાદો એટલે કારણ વિશેષે સેવવા લાયક ધર્મના વ્યવહારોની રચનારૂ પી-વાણીના વિન્યાસરૂપી શિખરોની શાભાવર્ડ અલંકૃત-શૃંગારથી શોભતા, શ્રદ્ધા-જિનવચન પર આસ્તિકપણારૂપ નંદન વનમાં ચંદન વૃક્ષના જેવી બુદ્ધિથકી જેમાં સુવાસનારૂપી સુગંધના સમૂહ પ્રસરી રહેલ છે એવા, તથા પરિભ્રમણ કરતાં અન્ય દર્શન એટલે જૈન દર્શનથી વ્યતિરિકત બીજાં દર્શના અર્થાત્ ધર્મ અને ધર્મીના અભેદ હેાવાથી બીજા દર્દીની રૂપી સૂર્યાદિક ગ્રહેાના સમૂહથી સર્વદા સેવાતા—આશ્રય કરાતા, તથા સત્ ન્યાયના વિચારરૂપી કાંચન શિલાઆવડે અતિ ઉન્નત, એવા જૈન સિદ્ધાંતરૂપી મેરૂ પર્વત જયવંત વર્તે છે. ૧૯૯.
જિનાગમ મહા પ્રકાશકારક હાવાથી તેની સૂર્યની ઉપમાડે સ્તુતિ કરે છે.— स्याद्दोषापगमस्तमांसि जगति क्षीयन्त एव क्षणा
दध्वानो विशदीभवन्ति निबिडा निद्रा दृशोर्गच्छति । यस्मिन्नभ्युदिते प्रमाणदिवसप्रारंभकल्याणिनी
प्रौढत्वं नयगीर्दधाति स रविजैनागमो नन्दतात् ॥ २००॥
Aho! Shrutgyanam