________________
અધ્યાત્મસાર ભાષાંતર. . [ ૧૪- મૂલાર્થ–જેને ઉદય થવાથી જગતમાંથી રાત્રીને નાશ થાય છે, અંધકારને તત્કાળ ક્ષય થાય છે, મા નિર્મળ થાય છે, નેત્રોની ગાઢ નિદ્રા જતી રહે છે, તથા પ્રમાણે રૂપી દિવસના પ્રારંભને વિષે કલ્યાણકારક એવી નયવાણું પ્રોઢપણને ધારણ કરે છે, તે જિનાગમરૂપી સૂર્ય સમૃદ્ધિને પામે. ૨૦૦,
ટીકાળું–તે હમણાં કહેવાશે એ જિનાગમરૂપી સૂર્ય સમૃદ્ધિ ને પામે, કે જે જિનાગમરૂપી સૂર્યને ઉદય થવાથી મેંહરૂપી રાત્રીને નાશ થાય છે. સૂર્યને ઉદય થવાથી રાત્રીને નાશ થાય તેમ તથા ત્રણ ભુવનને વિષે પૃથ્વી પર સર્વત્ર અજ્ઞાનરૂપી અંધકાર ક્ષણવારમાં–છેડા વખતમાંજ ક્ષીણ થાય છે, તથા દ્રવ્યમાર્ગ અને ભાવમાર્ગ નિમેળ થાય છે એટલે સ્પષ્ટ––ઉપદ્રવ રહિત થાય છે, તથા ભાવ નેત્રની–સમ્યગ્દર્શનની ચૈતન્યને લેપ કરનારી ગાઢ નિદ્રા દૂર થાય છે, તથા પ્રત્યક્ષાદિ પ્રમાણરૂપી દિવસના પ્રારંભમાં–પ્રાતઃકાળમાં કલ્યાણકારક એવી ન્યાયની વાણુ અથવા નને વાદ પ્રૌઢપણને ધારણ કરે છે. ૨૦૦. - જિનાગમ સંતાપને દૂર કરનાર હોવાથી તેની ચંદ્રની ઉપમાવડે સ્તુતિ કરે છે – अध्यात्मामृतवर्षिभिः कुवलयोल्लासं विलासैर्गवां
तापव्यापविनाशिभिर्वितनुते लब्धोदयो यः सदा । तर्कस्थाणुशिरःस्थितः परिवृतः स्फारैर्नयैस्तारकैः
सोऽयं श्रीजिनशासनामृतरुचिः कस्यैति नो रुच्यताम्२०१
મૂલાઈ–જે સર્વદા ઉદય પામીને અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારા તથા તાપના પ્રસારનો નાશ કરનારા વાણીના વિલાસ કરીને પૃથ્વીવલયને ઉલ્લાસ કરે છે, જે તકરૂપી મહાદેવના મસ્તક પર રહેલો છે, અને જે દેદીપ્યમાન નરૂપી તારાઓ વડે પરિવરે છે, તે
આ શ્રી જિનશાસનરૂપી ચંદ્ર કેને રૂચિ કરનાર ન હોય? ૨૦૧. * ટીકાઈ–તે એટલે હમણું કહેવાશે એવે, આ એટલે મારી બુદ્ધિને વિષે પ્રત્યક્ષ એ, સત્ જ્ઞાનરૂપી લક્ષ્મીએ કરીને યુક્ત જિનાગમરૂપી અમૃતરૂચિ-ચંદ્ર કેના રૂચિપણને ન પામે? સર્વને રૂચિકર થાય, કે જે જિનાગમરૂપી ચંદ્ર સર્વદા એટલે બન્ને પખવાડીયામાં ઉદય પામીને અધ્યાત્મરૂપી અમૃતને વરસાવનારા અને મન, વચન તથા કાયાના વિકારથી ઉત્પન્ન થયેલા સંતાપના પ્રસરનો નાશ કરનારા વાણીઓના અને ચંદ્રના પક્ષમાં કિરણેના વિલાસ કરીને
Aho ! Shrutgyanam