________________
૪૦૩
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર. . જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ વિગેરે સર્વ દશાને વિષે એટલે જ્ઞાનસાધનના કાળે કરેલી અવસ્થાઓને વિષે વિપર્યાય રહિત હોવાથી વિશુદ્ધપણું–સુંદરપણું હોય છે. તથા મૃદુ-મંદ અર્થાત્ જઘન્ય, મધ્ય–જઘન્ય અને ઉત્કૃષ્ટ રહિત મધ્યમ તથા અધિભાવ એટલે તીવ્ર ઉપગ-જ્ઞાનની ફૂર્તિરૂપ ઉત્કૃષ્ટ એ ભાવ તે ક્યિાની વિચિત્રતાને લીધે એટલે જ્ઞાનાવરણાદિક કર્મના ક્ષપશમના અને સંયમવ્યાપારની શુદ્ધિના તરતમપણને લીધે થાય છે. તેવું તરતમપણું સમકિતવંતને પણ હોય છે. ૧૫૧.
यदा तु सर्वतः शुद्धिर्जायते धारयोर्द्वयोः ।
शैलेशीसंज्ञितः स्थैर्यात्तदा स्यात्सर्वसंवरः॥ १५२ ॥
મૂલાર્થ-જ્યારે સર્વ પ્રકારે તે બન્ને ધારાની શુદ્ધિ થાય છે, ત્યારે શૈલેશી નામના સ્વૈર્યથી સર્વસંવર થાય છે. ઉપર.
કાર્ય–જ્યારે એટલે જે સમયે પૂર્વ કહેલી બન્ને ધારાની એટલે વેગ અને ઉપગરૂપ બંને શ્રેણીની સર્વ પ્રકારે એટલે સર્વ વિપર્યાસના અભાવે કરીને શુદ્ધિ-નિર્મળતા થાય છે, ત્યારે તે સમયે સર્વ વેગના નિરોધ કરીને શેલેશી નામના ધૈર્યથી એટલે આત્માના સર્વ પ્રદેશે નિશ્ચળ થવાથી સર્વસંવર એટલે સર્વ પરભાવને નિષેધ થાય છે. ૧૫ર.
ततोऽर्वाग् यच्च यावच स्थिरत्वं तावदात्मनः । * સંવરને યોગાશ્ચચં ચાવત્તાવરિયાવર | ૨૫૨
મૂલાઈ તેનાથી પહેલાં જેવું અને જેટલું આત્માનું સ્થિરપણું થાય છે, તેટલે આત્માને સંવર જાણવો. અને જેટલું ને જેવું યોગનું ચંચળપણું થાય છે, તેટલે આશ્રવ જાણું. ૧૫૩.
ટીકાર્ય–તે શેલેશી ગુણસ્થાનથી પહેલાં એટલે નીચેના ગુણસ્થાનને વિષે જે આત્માનું જેવું ને જેટલું–જેટલા પરિમાણુવાળું અને જેટલા કાળ સુધીનું સ્થિરપણું–નિશ્ચળપણું થાય છે, તે આત્માને એટલે એટલે પિતપોતાની સ્થિરતાને અનુમાને સંવર થાય છે. તથા જે આત્માનું જેટલું અને જેટલા કાળ સુધીનું યોગનું ચંચળપણું એટલે મન, વચન અને કાયાના વ્યાપારરૂપ આત્મપ્રદેશનું ચંચળપણું હોય છે, તેટલા કાળ સુધી ને તેટલે તેને આશ્રવ હોય છે. ૧૫૩.
૧ ચૌદમું ગુણસ્થાન (અગી કેવળ).
Aho ! Shrutgyanam