________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૪૧૫
વિગેરેની સફળતા નથી. માટે રત્નત્રયથી યુક્ત એવા વેષ જ સાક્ષા સાધક છે. બીજું કાઈ નથી. ૧૮૦.
पाखंडिगणलिंगेषु गृहिलिंगेषु ये रताः ।
न ते समयसारस्य ज्ञातारो बालबुद्धयः ॥ १८१ ॥ ભૂલાથે—જેઓ પાખંડીસમૂહના વેષને વિષે અને ગૃહસ્થીના વેષને વિષે આસક્ત છે, તે માળબુદ્ધિવાળા પુરૂષા સિધ્ધાન્તના તત્ત્વને જાણનારા નથી. ( એમ સમજવું. ) ૧૮૧
<
ટીકાર્ય—તત્ત્વના સ્વભાવને ( રહસ્યને ) નહીં જાણનારા એવા પૂર્વે કહેલા વિવિધ વેષને ધારણ કરનારા પાખંડીઓના વેષને વિષે તથા બ્રાહ્માદિક ગૃહસ્થીઓના વેષને વિષે જે આસક્ત છે એટલે આ અમારો વેષ મેાક્ષસાધક છે' એમ માનનારા છે, તે બાળકની જેવી બુદ્ધિવાળા-તત્ત્વાતત્ત્વના વિચારરહિત પુરૂષા સિધ્ધાંતના રહસ્યને ખીલકુલ જાણનારા નથી-જાણતા નથી એમ સમજ્યું, ૧૮૧. भावलिंगरता ये स्युः सर्वसारविदो हि ते । । लिंगस्था वा गृहस्था वा सिध्यन्ति धुतकल्मषाः ॥ १८२ ॥ મૂલાથે—જેઓ ભાલિંગને વિષે આસક્ત છે, તે સર્વ સારને જાણનારા છે, તેથી તેઓ સાધુલિંગે હોય અથવા ગૃહીલિંગે રહેલા હાય, તે પણ તેઓ પાપના ક્ષય કરીને સિધ્ધિપદ પામે છે. ૧૮૨. ટીકાર્બ—વસ્તુધર્મને સારી રીતે જાણનારા જેઓ ભાવલિંગને વિષે એટલે ભાવથી-અત્યંતર વૃત્તિથી જે લિંગ એટલે સમ્યક્ પ્રકારે વસ્તુધર્મની શ્રદ્ધા અને જ્ઞાનાદિપ જે ધર્મીનું લક્ષણ તેને વિષે આસક્ત-પ્રીતિમય ચિત્તવાળા હાય છૅ, તે સર્વ વસ્તુધર્મના સારને એટલે રહસ્યને જાણે છે. તેથી તેઓ સાધુવિગેરેના વેષમાં રહ્યા હાય, અવા ગૃહસ્થાવાસને વિષે રહ્યા હેાય તે પણ તેએ પાપમળના નાશ કરીને સિદ્ધ થાય છેકૃતાર્થ થાય છે. ૧૮૨,
તેથી કરીને ભાવલિંગની સ્તુતિ-પ્રશંસા કરે છે.भावलिंगं हि मोक्षांगं द्रव्यलिंगमकारणम् ।
द्रव्यं नात्यन्तिकं यस्मान्नाप्यैकान्तिकमिष्यते ॥ १८३ ॥ મૂલાથે—ભાવલિંગ એ મેાક્ષનું અંગ (કારણ ) છે, અને દ્રવ્યલિંગ એ મેાક્ષનું કારણુ નથી. કારણ કે દ્રવ્યને આત્યંતિક ઈચ્છવું નથી, તેમ જ એકાંતિક પણ ઈચ્છયું નથી. ૧૮૩.
Aho ! Shrutgyanam