________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૭
ટીકર્થકર્મને પ્રાપ્ય એવા પુગળ સ્કોન જે ક્ષય એટલે જીવના પ્રદેશની સાથે સર્વથા તેમને અસંબંધ, તે દ્રવ્યમેક્ષ એટલે માત્ર કર્મનાં દળીયાના જ બંધની મુક્તિ અર્થાત્ પુગળબંધને જ નાશ. તે કાંઈ આત્માનું લક્ષણ-આત્મસ્વરૂપ નથી. એટલે કે સમગ્ર કર્મનાં પુગળે કે જે કર્મથી ભિન્ન થયેલાં ( છુટા પડેલાં) છે, તે કર્મપણાથી રહિત થાય છે, તેથી દ્રવ્યને મોક્ષ એટલે તેનું કર્મપણાથી રહિતપણું થાય છે, એટલે તે દ્રવ્યમોક્ષ કહેવાય છે. અને સમ્યગ્દર્શનાદિક ત્રણ રોથી યુક્ત તેમજ દ્રવ્યમોક્ષના હેતુરૂપ જે આત્મા તે ભાવમોક્ષ એટલે પ્રધાન મેક્ષ કહેવાય છે, કારણ કે તે ક્ષથી પિતાનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ૧૭૮. - કહેલા અર્થને સ્પષ્ટ કરે છે
ज्ञानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा। कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ॥ १७९ ॥
મૂલાર્થ-જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એકતાને પામે છે, ત્યારે કમ જાણે કેપ પામ્યા હોય તેમ તેનાથી તત્કાળ જુદાં પડે છે. ૧૭૯.
ટકાઈ–જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એકતાને-તન્મયપણને પામે છે, ત્યારે જ્ઞાનાવરણદિક કર્મો જાણે કેપ પામ્યા હોય તેમ તત્કાળ છવપ્રદેશથકી જુદાં પડે છે. ૧૭૯.
अतो रत्नत्रयं मोक्षस्तदभावे कृतार्थता। पाखंडिगणलिंगैश्च गृहिलिंगैश्च कापि न ॥१८॥
મૂલા–તેથી કરીને રાત્રય રૂ૫ જ મોક્ષ છે. તે રાત્રયને અભાવે પાખંડી સમૂહના વેષવડે કરીને તથા ગૃહસ્થીના વેષવડે કરીને કાંઈ પણ કૃતાપણું નથી. ૧૮૦.
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુએ કરીને જે ત્રણ રનમય થવું તે જ મોક્ષ છે, એટલે આત્માનું સ્વસ્વરૂપે રહેવું છે. તે રાત્રયની પ્રાપ્તિને અભાવે પાખંડીઓના અનેક પ્રકારના લિંગે (વે) કરીને એટલે પોતપોતાના મતને અનુસાર વેષને ધારણ કરનારા પાખંડીઓના દર્શનના ભેદકરીને નાના પ્રકારના સમૂહને વિષે જે લિગે એટલે વસ્ત્રાદિક નેપથ્યની રચના કરવામાં આવે છે તેણે કરીને તથા ગૃહસ્થીના વેષે કરીને કાંઈપણ કૃતાર્થતા એટલે ક્રિયા
Aho ! Shrutgyanam