________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ષણઅંધનાં કારણે થાય છે, જેમ દેરડીને વિષે સર્પની બુદ્ધિ એટલે આ સર્ષ છે” એવી ભ્રાંતિ થાય છે તેમ. પરંતુ શુદ્ધ આત્માને વિષે તે તે છે જ નહીં. ૧૭૩.
એનું જ સમાધાન કહે છે – दृढाज्ञानमयी शंकामेनामपनिनीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति श्रोतुं वैराग्यकांक्षिणः ॥ १७४॥
મલાઈ–આ દઢ અજ્ઞાનવાળી શંકાને દૂર કરવા ઈચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા પુરૂષે અધ્યાત્મ શાસ્ત્રને શ્રવણ કરવા ઈચછે છે. ૧૭૪.
ટીકાથે આ પૂર્વે કહેલી અત્યંત ગાઢ અજ્ઞાનમય એટલે અવિવેકવાળી શંકાને-ભ્રાંતિને દૂર કરવાને ઇચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા પ્રાણીઓ અધ્યાત્મ શાસ્ત્રને એટલે અધ્યાત્મને પ્રતિપાદન કરનાર ગ્રંથને સારી રીતે શ્રવણ કરવા ઈચ્છે છે–તેવી અભિલાષાવાળા થાય છે. ૧૭૪.
શાસ્ત્રના અર્થમાં સારી રીતે વિચાર કરે. એ વિષે ત્રણ કે કરીને શિક્ષા-ઉપદેશ આપે છે.
दिशः प्रदर्शकं शाखाचन्द्रन्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शंकां न हि हन्ति परोक्षधीः ॥ १७५ ॥
મૂલાઈ–તે શાસ્ત્ર શાખાચંદ્રના ન્યાયવડે કરીને દિશા માત્રને જ દેખાડનારું છે. કારણ કે પક્ષ જ્ઞાન પ્રત્યક્ષ વિષયવાળી શકાને હતું નથી. ૧૭પ.
ટીકાળું–હે ભવ્ય પ્રાણીઓ! તમે આ પ્રકારે જાણે કે તે પૂર્વે કહેલું અધ્યાત્મશાસ્ત્ર શાખાચંદ્રના ન્યાયે કરીને એટલે “જે, આ વૃક્ષની શાખાપર ચંદ્ર દેખાય છે.” આ દષ્ટાંતે કરીને દિશા માત્રને દેખાડનાર–જણાવનાર છે. જેમકે “જે આ ચેતન્યવાળો પદાર્થ છે, તે જ આત્મા છે.” એ પ્રમાણે દિગૂ માત્ર છે. કારણ કે પરોક્ષ બુદ્ધિ એટલે અસાક્ષાત જ્ઞાનવાળું શાસ્ત્ર હોય છે. અને તેને ઉપદેશ કરનાર સર્વ વસ્તુને સાક્ષાત જાણનાર સર્વ હોય છે. તેથી તે શાસ્ત્ર પ્રત્યક્ષ વિષયવાળી એટલે સ્પષ્ટ એવા આત્મસ્વરૂપના જ્ઞાનને વિષે ઉત્પન્ન થયેલી અથવા પિતાના અનુભવમાં પ્રત્યક્ષ થયેલી શંકાને હણતું નથી નિરાકરણ કરતું નથી. ૧૭૫.
Aho ! Shrutgyanam