________________
૪૦૨ અધ્યાત્મસાર ભાષાંતર.
[ષgનિવૃત્તિરૂપ પરિણામવાળા અંશે કરીને આત્માને ઉપગ છે એટલે ઈષ્ટ સિદ્ધિને સાધનારા આત્માના સ્વરૂપને અનુસરતો બોધ છે, તે અંશવડે કરીને-પરિણામના વિભાગવડ કરીને આત્મા જ સંવરરૂપ-કર્મના નિરોધરૂપ માને છે. ૧૪૮.
येनासावंशविश्रान्तौ बिभ्रदाश्रवसंवरौ। भात्यादर्श इव स्वच्छास्वच्छभागद्वयः सदा ॥ १४९ ॥ મૂલાર્થ–તેથી કરીને આ આત્મા અંશની વિશ્રાંતિને વિષે આશ્રવ અને સંવરને ધારણ કરે છે નિર્મળ અને મલિન એવા બે ભાગને ધારણ કરતા આદર્શ (દપણુ)ની જેમ સદા-નિરંતર શોભે છે. ૧૪૯ . ટીકાથે–તેથી કરીને આ જીવ કાળાદિકના વિભાગે કરીને અંશની વિશ્રાંતિને વિષે એટલે પૂર્વ કહેલા પરિણામના બે વિભાગોના મધ્યમાં એક એક અંશના વિશ્રામવિષે આશ્રવ અને સંવરને ધારણ કરે છે સ્વચ્છ-ઉપરને નિર્મળ ભાગ અને અસ્વચ્છ એટલે પાછળ મલિન ભાગ એ બે ભાગને ધારણ કરનારા દર્પણની જેમ સર્વદા શેભે છે. ૧૪૯.
शुद्धव ज्ञानधारा स्यात्सम्यक्त्वप्राप्त्यनन्तरम् । हेतुभेदाद्विचित्रा तु योगधारा प्रवर्तते ॥ १५०॥
મૂલાર્થ–સમક્તિની પ્રાપ્તિ થયા પછી જ્ઞાનની ધારા શુદ્ધ જ થાય છે, અને હેતુના ભેદને લીધે વિચિત્ર એવી યોગની ધારા પ્રવર્તે છે. ૧૫૦.
ટીકાથે–સમકિતની પ્રાપ્તિ થયા પછી જ્યારે આત્માને પૂર્વે કહેલ લક્ષણવાળા સમક્તિને લાભ થાય ત્યાર પછી તરત જ જ્ઞાનની ધારા એટલે જ્ઞાનના ઉપગની શ્રેણી સતત નિર્મળ થતી જાય છે. તથા હેતના ભેદને લીધે એટલે વિચિત્રતાને લીધે અનેક પ્રકારની ગધારા એટલે શુભ પરિણામવાળા વ્યાપારની સંતતિ અથવા સાધનની શ્રેણી પ્રવર્તે છે-ઉત્પન્ન થાય છે. ૧૫૦. કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે– सम्यग्दृशो विशुद्धत्वं सर्वास्वपि दशास्वतः। मृदुमध्याधिभावस्तु क्रियावैचित्र्यतो भवेत्॥१५१ ॥
મૂલાથે–તે થકી સમકિતવંતને સર્વ દશાને વિષે વિશુદ્ધપણું થાય છે. અને જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એ ભાવ તે ક્રિયાની વિચિત્રાને લીધે થાય છે. ૧૫૧.
ટકાઈ–તેથકી એટલે જ્ઞાનધારાની શુદ્ધિથકી સમ્યગ્દષ્ટિનું
Aho ! Shrutgyanam