________________
પ્રબંધ.]
આત્માનાધિકાર. . ૪૫ મૂલાઈ–આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલું, ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરનારું અને શુદ્ધ જ્ઞાનવડે યુક્ત એવું સત્ તપ બાર પ્રકારનું છે. ૧૫૬.
ટીકાર્ય–આત્માની શક્તિથી એટલે જીવના કર્મની નિર્જરા કરવાના સામર્થ્યથી વીર્યના ઉલ્લાસપૂર્વક ઉત્પન્ન થયેલું, ચિત્તની વૃત્તિઓને એટલે આત્માથી બહાર ફરનારી પ્રવૃત્તિઓને નિરોધ-નિવૃત્તિ કરનારું અને શુદ્ધ જ્ઞાનવડે સંબોધવડે યુક્ત એવું છ પ્રકારનું બાહ્ય અને છે પ્રકારનું અત્યંતર એમ બાર પ્રકારનું પ્રધાન તપ કહેવાય છે. તે નિર્જરારૂપ થાય છે. ૧૫૬.
यत्र रोधः कषायाणां ब्रह्म ध्यानं जिनस्य च । ज्ञातव्यं तत्तपः शुद्धमवशिष्टं तु लंघनम् ॥१५७ ।।
મૂલાર્થ–જે તપને વિષે કષાયોને રોધ, બ્રહ્મચર્ય અને જિનેશ્વરનું ધ્યાન થતું હોય, તે શુદ્ધ તપ જાણવું; અને બાકીનું સર્વ લંઘન માત્ર સમજવું. ૧૫૭.
ટીકાર્ય–જે તપસ્યા કરવાથી ક્રોધાદિક કષાયોને રેધ એટલે નાશ, બ્રહ્મ એટલે કામવિકારને અભાવ અને જિનેશ્વરનું ધ્યાન એટલે વીતરાગનું એકાગ્ર મનથી મરણ થતું હોય, તે શુદ્ધ એટલે નિર્દોષ તપ જાણવું, તે વિના બધું લંઘન એટલે માત્ર શરીરનું શેષણ જ સમજવું. ૧૫૭.
કહેલા અર્થને સ્પષ્ટ કરે છે. –
बुभुक्षा देहकार्य च तपसो नास्ति लक्षणम् । तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ॥१५॥
મૂલાઈ સુધા અને દેહની કૃશતા એ કાંઈ તપનું લક્ષણ નથી. પણુ તિતિક્ષા અને બ્રહ્મગુપ્તિ વિગેરેના સ્થાનરૂપ જે જ્ઞાન તે જ તે તપનું શરીર છે. ૧૫૮.
ટીકાર્થ–બુમુક્ષા એટલે ભૂખ સહન કરવી તે અને શરીરની કૃશતા એટલે દુર્બળતા એ કાંઈ તપનું લક્ષણ-સ્વરૂપ નથી. પરંતુ તિતિક્ષા એટલે ક્રોધ અને દીનતા રહિત સહનપરિણમવાળી ક્ષમા તથા બ્રહ્મગુપ્તિ એટલે નવ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવાનો ઉપાય, તથા
શબ્દ છે તેથી કષાય અને ચિત્તના નિષેધ વિગેરેનાં સ્થાનરૂપ જે જ્ઞાન-બાધ તે જ તે તપનું શરીર એટલે સ્વરૂપ (લક્ષણ) છે. ૧૫૮.
Aho! Shrutgyanam