________________
અંબા અભાર ભાષાંતર.
[ષણઆ અનાદિ સંસારમાં ભ્રમણ કરતાં જીવે કદાપિ પૂર્વે પામ્યું નથી એવું કરણ એટલે અધ્યવસાયની ધારા તથા શુદ્ધ એટલે કષાયના ઉદયરૂપી મળે કરીને રહિત એવી ક્ષેપક કે ઉપશમમાંની એક શ્રેણી જીવને પ્રાપ્ત થાય છે. તે અપૂર્વકરણ અને શ્રેણીને વિષે રહેલા મુનિએના પૂર્વે કરેલા જ્ઞાનાવરણાદિક કર્મોની સ્થિતિને એટલે કર્મને રહેવાના કાળના પરિણામને ક્ષય-નાશ-એછાપણું અવશ્ય થાય છે. તેથી કરીને જ્ઞાનગરૂપી તપ નિકાચિત કર્મના ક્ષયનું કારણ છે એ સિદ્ધ થાય છે. ૧૬૪. હવે નિર્જરાને ઉપસંહાર કરે છે– तस्माज्ज्ञानमयः शुद्धस्तपस्वी भावनिर्जरा। शुद्धनिश्चयतस्त्वेषा सदाशुद्धस्य कापि न ॥ १६५ ॥ . મૂલાર્થ–તેથી કરીને જ્ઞાનમય શુદ્ધ તપસ્વી ભાવનિર્જ રૂપ છે. અને શુદ્ધ નિશ્ચય નયથી સદાશુદ્ધને એટલે સિદ્ધને બીલકુલ નિર્જરા નથી. ૧૬૫.
કિર્થ–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુઓની પરંપરાએ કરીને જ્ઞાનમય-તત્વજ્ઞાનના પરિણુમવાળે શુદ્ધ તપસ્વી-નિસ્પૃહ તપયુકા મુનિ જ આત્મશુદ્ધિથી અભિન્ન હોવાથી ભાવનિર્જરા છે. અને શુદ્ધ નિશ્ચય નથી એટલે શુદ્ધ પર્યાયને ગ્રહણ કરનાર નયના આશયથી સદાશુકને એટલે સર્વદા કર્મમળ રહિત એવા સિદ્ધને આ પૂર્વે કહેલી દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારમાંથી એક પ્રકારવાળી નિર્જરા નથી. કેમકે નિર્જરાના ફળસ્વરૂપ કર્મને અભાવ પ્રાપ્ત થયેલ હોવાથી નિર્જા કરવાપણું જ રહેતું નથી. ૧૬૫.
હવે બંધનું લક્ષણ કહે છે – बन्धः कर्मात्मसंश्लेषो द्रव्यतः स चतुर्विधः। तद्धत्वध्यवसायात्मा भावतस्तु प्रकीर्तितः ॥ १६६ ॥
મૂલાર્થ –કમની સાથે આત્માને જે સંલેષ તે બંધ કહેવાય છે. તે બંધ દ્રવ્યથી ચાર પ્રકાર છે, અને ભાવથકી તે તે (બંધ)ને હેતુરૂપ અધ્યવસાયના સ્વરૂપવાળ કહેલ છે. ૧૬૬.
૧ આ અપૂર્વકરણ આઠમું ગુણઠાણું છે. ત્યાં શ્રેણીની યોગ્યતા પ્રાપ્ત થાય છે ને નવમા ગુણઠાણુથી શ્રેણું મંડાય છે. આઠમે ને નવમે ગુણઠાણે પૂર્વ કર્મની સ્થિતિને ઘાત થાય છે.
Aho ! Shrutgyanam