________________
પ્રબંધ, ]
આત્મજ્ઞાનાધિકાર.
૪૦
થી-
ટીકાથે—કર્મની સાથે એટલે કર્મને યોગ્ય એવા પુગળરાશિની સાથે જીવનેા જે આશ્લેષ-સંબંધ તે અંધ કહેવાય છે. તે અંધ અપ્રધાન વૃત્તિથી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારના છે. આ અંધ પણ આત્મા નથી. કેમકે કર્મના પુગળાસાથે કર્મના જ પુદ્ગળાના સંબંધ થઈ શકે છે. તથા ભાવથી તેા એટલે ચૈતન્યક્રિયાના સ્વભાવથી તે તે અંધના હેતુ-બંધને ઉત્પન્ન કરનાર અધ્યવસાય–રાગાદિક પરિણામ અને પરિણામીના અભેદ હાવાથી આત્માને જ અંધરૂપ કહેલા છે. ૧૬૬.
શી રીતે ? તે કહે છે.-
वेष्टयत्यात्मनात्मानं यथा सर्पस्तथासुमान् ।
तत्तद्भावैः परिणतो बभ्रात्यात्मानमात्मना ॥ १६७ ॥ મૂલાથે—જેમ સર્પ પોતાના દેહવડે પોતાના દેહને વીંટે છે, તેમ પ્રાણી પણ તે તે ભાવે કરીને પરિણામ પામ્યા છતા પેાતાના આત્માવડે જ પેાતાના આત્માને બાંધે છે. ૧૬૭.
ટીકાથે—જેમ સર્પ પેાતાના દેહવડે કરીને પેાતાના દેહને વીંટે છે, તે જ પ્રકારે આત્મા (જીવ) પણ તે તે રાગાદિરૂપ ભાવે કરીનેપરિણામે કરીને પરિણમ્યા છતા આત્માવર્ડ-પોતાના પિરણામવડે આત્માને-પેાતાને મધે છે, એટલે વિશેષ પ્રકારના પરિણામથી ગ્રહણ કરેલા કર્મના રાશિવડે વીંટે છે. ૧૬૭.
ફરીને દષ્ટાંત આપે છે.~~
बध्नाति स्वं यथा कोशकारकीटः स्वतन्तुभिः । आत्मनः स्वगतैर्भावैर्बन्धने सोपमा स्मृता ॥ १६८ ॥ મૂલાથૅ જેમ રેશમ કરનારો કીડો પોતાના તંતુઓવડે પોતાના દેહને ખાંધે છે, તેમ આત્માના પેાતામાં રહેલા ભાવે કરીને થતા અંધનને વિષે તે જ ઉપમા કહેલી છે. ૧૬૮.
ટીકાથે—જેમ કાશકાર કીડો એટલે રેશમને ઉત્પન્ન કરનારા કીડા પેાતાની લાળરૂપી તંતુએ કરીને પેાતાના શરીરને બાંધે છે. તે જ પ્રમાણે જીવ પોતામાં રહેલા રાગાદિક પરિણામે કરીને પાતે બંધન પામે છે તેથી બંધન પામવામાં તે જ ઉપમા કહેલી છે. ૧૬૮.
પર
Aho! Shrutgyanam